આજે સસ્તા મળશે Samsung સ્માર્ટફોન્સ, જાણો શું છે ડિલ્સ
સેમસંગ લેટેસ્ટ ફ્લેગશીપ સ્માર્ટફોન Galaxy Note 8ને ગ્રાહક 67,900 રૂપિયામાં ખરીદી શકશો. આ સ્માર્ટફોન મૈપલ ગોલ્ડ અને મિડનાઈટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપનીએ 8 ડિસેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી ક્રિસમસ કાર્નિવલનું પણ આયોજન કર્યું છે.
Samsung On8 3GB રેમને 11,590 રૂપિયામાં લિસ્ટ કરાયો છે. આ સ્માર્ટફોન પર કંપની 14 ટકા છૂટ આપી છે. ગ્રાહક સેલ દરમિયાન Galaxy J5 (2016)ને 10,990 રૂપિયાના બદલે 9,190માં ખરીદી શકશો. સેમસંગના અન્ય સ્માર્ટફોન જેમ કે Samsung C9 Pro 6GB રેમ 12 ટકા છૂટ સાથે 29,900 રૂપિયામાં અને Galaxy A9 Pro 25,200 રૂપિયાના બદલે 24,900 રૂપિયામાં ઉપબલ્ધ થશે.
Samsung Galaxy C9 Pro (6GB) અમેઝોન પર 29,900 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તેની વાસ્તવિક કિંમત 34,000 રૂપિયા છે. એટલે કે તેમાં 12 ટકા છૂટ આપવામાં આવી છે. આવી જ રીતે Galaxy A7(2017) 3GB રેમ વેરિયેન્ટ 27,700 રૂપિયાના બદલે 20,990 રૂપિયામાં સેલમાં મળશે. તો Samsung Galaxy A5 (2017) 3GB રેમ ગ્રાહકો માટે 24,500 રૂપિયાના બદલે 17,990 રૂપિયામાં મળશે.
નવી દિલ્હીઃ સેમસંગ આજે મોટું સેલ લઈને આવ્યું છે. સેમસંગ 12 ડિસેમ્બર એટલે કે આજે હેપ્પી અવર સેલ લઈને આવ્યું છે, જેમાં સેમસંગ મોબાઈલ પર ભારે છૂટ આપી રહ્યું છે. આ સેલ આજે બપોરે 12 કલાકથી 2 કલાક સુધી ચાલુ રહેશે. આ સેલમાં ફોન પર 8 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.