399 નહીં, માત્ર 199 રૂપિયામાં Jio આપી રહ્યું છે દરરોજનો 1 જીબી ડેટા, પણ આ છે શરત...
Redmi 5A ખરીદનાર ગ્રાહકોને 1 હજાર રૂપિયાનું કેશબેક પણ જિઓ તરફથી આપવામાં આવી રહ્યું છે. આ ઓફર લેવા માટે Redmi 5A યૂઝર્સે 1 મહિના સુધી દર મહિને 199 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ રિચાર્જ 5 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2018ની વચ્ચે કરાવવાનું રહેશે. ગ્રાહકને કેશબેક વાઉચર્સ તરીકે મળશે. 100-100 રૂપિયાના 10 વાઉચર ગ્રાહકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ફોન ખરીદવા પર શ્યાઓમી પણ 1 હજાર રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર એવા 5 મિલિયન ગ્રાહકોને માટે જે 2GB RAM/16GB ROM વાળા વેરિઅન્ટની ખરીદી કરશે. આ ફોનની કિંમત 4999 રૂપિયા રહેશે. આ સ્માર્ટપોનના 3GB RAM અને 32GB ROMની કિંમત 6999 રૂપિયા છે.
રિલાયન્સ જિઓ ગ્રાહક જાણતા જ હશે કે કંપનીએ દૈનિક 1 જીબી ડેટાવાળા સસ્તા પ્લાનની કિંમત 399 રૂપિયા છે. તેમાં ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય સુવિધાઓ ઉપરાંત દરરોજ 1 જીબી 4જી ડેટા મળી રહ્યો છે. જોકે કંપનીએ તેના માટે કેટલીક શરત રાખી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્લાન એવા ગ્રાહકો માટે જ છે જે શ્યાઓમીનો Redmi 5A ફોન ખરીદશે. જિઓના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. માર્કેટમાં અવેલેબેલ પ્લાન્સના ડેટા પ્રમાણે આ સૌથી સસ્તો પ્લાન છે. એવામાં જો તમે પણ Redmi 5A ખરીદો છો તો તમે જિઓની આ ઓફરનો લાભ લઈ શકો છો.