ચેમ્પિયન ટ્રૉફી પર ગૂગલે બનાવ્યું શાનદાર ડૂડલ, જ્યાં તમે પણ લગાવી શકો છો ચોગ્ગા-છગ્ગા?
તમને જણાવી દઈએ કે આજ આઈસીસી ટૂર્નામેંટના ઓપનિંગ મુકાબલામાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈંગ્લેંડની ટીમ વિજય મેળવવા માટે ઓવલ મેદાનમાં ઉતરશે.
હાલમાં ગૂગલે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ટૂર્નામેંટ શરૂ થયા પહેલા એક ખાસ ડૂડલ બનાવ્યું છે. જે માત્ર ડૂડલ જ નથી, પરંતુ એક શાનદાર ક્રિકેટ ગેમ પણ બનાવી છે. જે ડૂડલ પર ક્લિક કરતાની સાથે શરૂ થાય છે. તેમાં ક્રિકેટ અને સ્નેલની વચ્ચે મેચ રમાય છે. ગૂગલનું એ પણ કહેવું છે કે આ ગેમને રમવા માટે ધીમી ગતિની ઈંટરનેટ સ્પીડ પણ ચાલશે. આ ગેમમાં તમે રન દોડવાથી લઈને. ચોગ્ગા અને સિક્સર સુધી મારી શકો છો.
નવી દિલ્લી: 1 જૂનથી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે અને તમામ ક્રિકેટ પ્રશંસકો આ ટૂર્નામેંટની લાબાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. પહેલો મુકાબલો મેજબાન ટીમ ઈંગ્લેંડ અને બાંગ્લાદેશની વચ્ચે રમાશે. આ અવસરને સેલિબ્રેટ કરવા માટે ગૂગલ પણ પાછળ નથી અને તેને ડૂડલની સાથે સાથે ચોગ્ગા- છગ્ગા મારવાનો મોકો પણ આપ્યો છે.