ગૂગલે ભારત માટે બદલ્યુ આ એપનું નામ, હવે યૂઝર્સ એપની મદદથી લૉન પણ લઇ શકશે, જાણો વિગતે
તેજ એપનું નામ બદલવા ઉપરાંત ગૂગલે આના કેટલાક ફિચર્સમાં મોટો ફેરફાર કર્યો છે. આ કારણે હવે નામ બદલાઇને ગૂગલ પે થશે. આનાથી યૂઝર્સ તે જ હૉમ સ્ક્રીન, બિલ પેમેન્ટ લિંક અને કૉન્ટેક્ટ્સ વગેરેની સુવિધા યૂઝ કરી શકશે. ગૂગલે ઇવેન્ટમાં જાહેરાત કરી કે ગૂગલ પે ઇન સ્ટૉર અને ઓનલાઇન ઓપ્શનોના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી ખાસ વાત તો એ છે કે ગૂગલ પેના માધ્યમથી યૂઝર્સ દેશની મુખ્ય બેન્કો પાસેથી લૉન માટે પણ એપ્લાય કરી શકાશે. એપમાં આવનારા અપડેટથી પ્રી-અપ્રૂવ્ડ લૉન માટે એપ્લાય કરી શકાશે. આ સર્વિસ માટે ગૂગલ ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સહિત અન્ય કેટલીક બેન્ક સાથે ભાગીદારી થશે.
નવી દિલ્હીઃ ગૂગલ તરફથી ‘Google for India 2018’ નામથી મંગળવારે ઓયોજિત ઇવેન્ટમાં Tez એપનું નામ બદલવાની જાહેરાત કરી. હવે તે એપનું નામ Google pay કરી દેવામાં આવ્યું છે. આ એપના માધ્યમથી હવે લૉનની સુવિધા પણ પ્રૉવાઇડ કરાવવામાં આવશે. આ માટે ગૂગલ દેશની મુખ્ય બેન્કો સાથે ભાગીદારી કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -