આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન, સળંગ 44 કલાક સુધી કરી શકાશે વાત
નવી દિલ્હીઃ સ્માર્ટપોન નિર્માતા કંપની ઓપ્પોની સબ બ્રાન્ડ Realmeએ મંગળવારે એટલે કે 28 ઓગસ્ટના રોજ દિલ્હીમાં એક ઇવેન્ટમાં ભારતમાં પોતાનો નવો ફોન Realme 2 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. Realme 2 ભારતમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળનારો પ્રતમ ફુલ નોચ ડિસ્પ્લે સ્માર્ટફોન છે.
Realme2માં 6.2 ઈંચનું HD+ સ્ક્રિન છે. તેના ટોપ પર નોચ છે. Realme 2માં ત્રણ કેમેરા લાગેલા છે. આના ફ્રંટમાં 8 મેગાપિક્સલ કેમેરા છે. જ્યારે તેની પાછળના 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં ફિંગરપ્રિંટ, ફેશિયલ અનલોક અને સ્માર્ટ અનલોક જેવા ફિચર છે. આ સ્માર્ટફોન 1.8Ghz કોલકોમ સ્નૈપડ્રેગન 450 પ્રોસેસરથી પાવર્ડ છે. આ ફોનમાં એક ડેડિકેટેડ માઈક્રોSD કાર્ડ સ્લોટ છે, જોકે, 256જીબી સ્ટોરેજને સપોર્ટ કરે છે.
કંપનીએ Realme 2ને ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ અને ડાયમંડ બ્લૂ આ ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 4,230 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોનની બેટરી એટલી શાનદાર છે કે, તમે સળંગ 44 કલાક સુધી વાતચીત અને સળંગ 18 કલાક સુધી ઈન્ટરનેટ જોઈ શકો છો.
3GB રેમનાં વેરિએન્ટની કિંમત 8990 રૂપિયા છે. જ્યારે, 4જીબી રેમવાળા વોરિએન્ટની કિંમત 10990 રૂપિયા છે. ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ કલરવાળો Realme2નું વેચાણ 4 સપ્ટેમ્બર બપોરે 12 કલાકથી શરૂ થશે. જ્યારે ડાયમંડ બ્લૂ કલરવાળો Realme 2 ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉબલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે, આ 10000 રૂપિયાથી ઓછી કિંમતવાળો પહેલો હેંડસેટ છે, જેમાં નોચ છે. જો તમે આ ફોન ખરીદવા માટે એચડીએફસી બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 750 રૂપિયાની છૂટ મળશે. જ્યારે રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને આ ફોન ખરીદવા પર 4200 રૂપિયાનો ફાયદો અને 120 જીબી ડેટા ફ્રી આપી રહ્યું છે.