એન્ડ્રોઈંડમાંથી બગ શોધનારને ગૂગલ આપશે આટલા કરોડોનું ઈનામ, જાણો
ન્યૂયોર્ક: ‘જૂડી’ નામના માલવેયરથી 3.65 કરોડ એન્ડ્રોઈંડ ફોનથી પ્રભાવિત થયાના એક દિવસ પછી ગૂગલે એંડ્રોઈંડ ઓએસમાં બગ શોધનારના ઈનામમાં વધારો કરીને 2 લાખ ડૉલર કરી નાખ્યો છે.
ગૂગલે ઈનામ આપવાના કાર્યક્રમની શરૂઆત બે વર્ષ પહેલા કરી હતી. અત્યાર સુધી કોઈ પણ આ ઈનામ જીતી શક્યું નથી.
જો કે કંપનીએ પોતાના ઓએસને વધુ સુરક્ષિત બનાવવા અને વધુમાં વધુ રિચર્સર અને એન્જિનિયરોને જોડવા માટે ઈનામની રાશિ વધારીને 2 લાખ ડોલર કરી નાખી છે.
એંડ઼્રોઈંડના નવા વર્ઝન સુરક્ષિત છે, પણ ખતરો તે ઓપરેટિંગ સિસ્ટમ્સમાં છે જેમાં ગૂગલે વર્ષો પહેલા વિકસિત કરી હતી. એટલા માટે અત્યાર સુધી ગૂગલના નવા એંડ્રોઈંડમાં કોઈ પણ બગ શોધીને ઈનામ મેળવવા માટે સક્ષમ નથી.
એક્સટ્રીમટેક ડૉટ કોમના રિપોર્ટ પ્રમાણે મોબાઈલમાં માલવેયર અને સુરક્ષા ઉલ્લંઘનની વધુ ઘટનાઓ જૂના ઓએસ બિલ્ડવાળા ફોનમાં જોવા મળ્યો છે.
સાઈબર સુરક્ષા ફર્મ પ્વાઈંટના મતે, પ્લે સ્ટોરથી ડઝનથી પણ વધારે માલવેયર એપ 45 લાખથી 1.85 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. તેમાંથી ઘણી માલવેયર એપ તો ઘણા વર્ષોથી પ્લે સ્ટોર પર છે.