4G VoLTEની સાથે લોન્ચ થયો Moto C સ્માર્ટફોન, કિંમત છે 5,999 રૂપિયા
લેનોવો મોબાઈલ બિઝનેસ ગ્રુપના કન્ટ્રી હેડ અને મોટોરોલા મોબિલિટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુધીન માથુરે જણાવ્યું કે, મોટોરોલામાં અમે ઉપભોક્તાઓ માટે સૌથી સારો સ્માર્ટફોન આપવા માટે ડિવાઈસ સંશોધન, ઉપયોગકર્તા કેન્દ્રિત ડિઝાઈન અને સ્માર્ટ કનેક્ટિવિટીના માધ્યમથી ગતિશીલતા પર ધ્યાન આપે છે. મોટો સીમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી છે, જેને એસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે. તેમાં 2350 એમએએચની રિમૂવેબલ બેટરી લાગેલી છે. તેમાં રિયર 5 મેગાપિક્સલનો કેમેરા અને ફ્રન્ટમાં 2 મેગાપિક્સલનો કેમેરા છે.
આ સ્માર્ટફોન 5 ઇંચનો છે જેમાં 1.1 ગીગાહર્ટ્ઝનું 64 બિટ ક્વાડ-કોર સીપીયૂ લાગેલ છે. તેની સાથે માલી ટી720 જીપીયૂ, 1 જીબી રેમ છે અને આ એન્ડ્રોઈડ 7.0 નૂગા ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ફોન દેશના 100થી વધારે શહેરમાં ઓફલાઈન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોન પર્લ વ્હાઈટ સ્ટ્રે બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે.
નવી દિલ્હીઃ ચીનની કંપની લેનોવોની બ્રાન્ડ મોટોરોલા મોબિલિટીએ ભારતીય બજારમાં શુક્રવારે નવો બજેટ સ્માર્ટફોન Moto C લોન્ચ કર્યો છે, જેની કિંમત 5,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન 4G VoLTE ટેકનીકને સપોર્ટ કરે છે, જેથી ગ્રાહકો તેનો ઉપયોગ 4જી નેટવર્ક પર કરી શકશે.