Sonyએ લોન્ચ કર્યો 4K HDR ડિસ્પ્લેવાળો વિશ્વનો પ્રથમ ફોન Xperia XZ Premium, 19MP સાથે આવશે ફોન
નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન બજારમાં વધતી પ્રતિસ્પર્ધાને ધ્યાનમાં રાખતા જાપાનની ઇલેક્ટ્રોનિક્સ કંપની Sonyએ Xperia XZ Premium હેન્ડસેટ લોન્ચ કર્યો છે. 4K HDR ડિસ્પ્લેવાળો આ વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન છે. Sonyના આ હેન્ડસેટમાં 5.5 ઇંચની 4કે (2160X3840 પિક્સલ) રિઝોલ્યૂશન હાઈ ડાયનેમિક રેન્જ (એચડીઆર) ડિસ્પ્લે છે. 2 થી 9 જૂનની વચ્ચે ફોનનું પ્રી-બુકિંગ કરવામાં આવશે, આની કિંમત 59,990 રૂપિયા છે. પ્રી-બુકિંગ કરાવનારા કસ્ટમર્સને કંપની 8,990 રૂપિયાના બ્લૂટૂથ ફ્રી આપશે.
ફોનને અમેઝોનની સાથે સોનીના રિટેલ સ્ટૉર પરથી પ્રી-બુક કરાવી શકાશે. આ ફોન 12 જૂનથી બધા માટે અવેલેબલ થઇ જશે. આ ફોનની ડિસ્પ્લે 5.5 ઇંચની છે. ડિસ્પ્લેમાં કંપનીની ટ્રાઇ લ્યૂમિનસ ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં યૂઝરને હેન્ડસેટ ચલાવવામાં બેસ્ટ એક્સપીરિયન્સ મળશે.
ફોનની રેમ 4જીબી છે, ઇનબિલ્ટ સ્ટૉરેજ 64જીબી છે. આને માઇક્રો એસડી કાર્ડથી 256જીબી સુધી વધારી શકાય છે. આનો રિયર કેમેરો 19 મેગાપિક્સલનો છે. રિયર કેમેરા ટ્રિપલ ઇમેજ સેન્સિંગ ટેકનિક અને પ્રેડિક્ટિવ હાઇબ્રિડ ઓટોફોકસ વાળો છે. એફ/2.0 અપર્ચર વાળો આ કેમેરો 960 ફ્રેમ પ્રતિ સેકન્ડ સ્લૉ મૉશન વીડિયો કેપ્ચર કરે છે. ફ્રન્ટ કેમેરો 13 મેગાપિક્સલનો છે. એફ/2.0 અપર્ચર વાળા આ કેમેરામાં 22 એમએમ વાઇડ એન્ગલ લેન્સ છે.
ફોનના ફ્રન્ટ અને બ્લેકમાં પ્રૉટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો યૂઝ કરવામાં આવ્યો છે. આ એન્ડ્રોઇડ 7.1 નૉગટ પર રન કરે છે. ફોનમાં 3230mAHની નૉન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. ક્વિક ચાર્જિંગ માટે ક્વાલકૉમ ક્વિક ચાર્જ 3.0 ટેકનલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે.