ગૂગલે લોન્ચ કરી ખાસ એપ, તમારા ડેટા ઉપયોગ અને બચત પર રાખશે નજર
નવી દિલ્હીઃ 4જી નેટવર્ક પર વીડિયો અને સોશિયલ મીડિયા કેન્ટેન્ટને કારણે ઘણી વખત ડેટા સમય પહેલા જ ખતમ થઈ જાય છે. પરંતુ હવે તેનું સમાધાન ગૂગલે શોધી કાઢ્યું છે. ગૂગલે નવી એપ જારી કરી છે જે તમારા ડેટા પર નજર રાખશે. આ એપનું નામ ડેટૈલી (datally) છે. તમે ગૂગલ પ્લેસ્ટોર પર જઈને તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપની ખાસિયત એ છે કે આ તમારા ડેટા ઉપયોગ પર નજર રાખશે. સાથે જ તમને તમારા ડેટા બચાવવામાં મદદ પણ કરશે. જો કોઈ વાઈફાઈ નેટવર્ક આસપાસ હશે તો પણ આ એપ તમારા તે શોધવામાં મદદ કરશે.
ગૂગલમાં ઉપાધ્યક્ષ (નેક્સ્ટ બિલિયન યૂઝર્સ) સીઝર સેનગુપ્તાએ આ બ્લોગમાં કહ્યું છે કે, વિશ્વમાં અનેક લોકો માટે મોબાઈલ ડેટા મોંઘા છે. સૌથી મોટી મુશ્કેલી છે કે લોકોને ખબર નથી હોતી કે ડેટા ખર્ચ ક્યાં થઈ રહ્યો છે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. તેણે લખ્યું કે, આ એપ ત્રણ મુદ્દા પર કેન્દ્રિ છે જેમાં ડેટાની યોગ્ય જાણકારી આપવી, ડેટા ખર્ચ પર નિયંત્રણ તથા ડેટા બચત સામેલ છે.
કંપનીએ સત્તાવાર બ્લોગમાં જણાવ્યું કે, ડેટૈલી દ્વારા મોબાઈલ ઉપભોક્તા પોતાના ડેટા ઉપયોગ પર નજર રાખી શકે છે. આ એપ ડેટા બચાવવા માટે સૂચન કરશે તથા આસપાસ રહેલ સાર્વજનિક વાઈફાઈની ઉપલબ્ધતાની જાણકારી આપશે. તે અનુસાર આ એપ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરના વર્ઝન પર જ ચાલશે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.