Xiaomi Redmi 5A ‘દેશનો સ્માર્ટફોન’ ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોન ભારતમાં 7 ડિસેમ્બરના રોજ ફ્લિપકાર્ટ, Mi.com અને Mi સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. ફોન ત્રણ કલરમાં મળશે ડાર્ક ગ્રે, ગોલ્ડ, અને રોઝ ગોલ્ડ. કંપની લોંચિંગ ઓફર અંતર્ગત રેડમી સ્માર્ટફોન લવર્સને 1000 રુપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપશે.
ફોન 4G VoLTE કનેક્ટિવિટી, GPS/A-GPS, ઇન્ફ્રારેડ, વાઈફાઈ 8.2.11, બ્લુટૂથ 4.1, એફએમ રેડિયો, 3.5 ઓડિયો જેક અને માઈક્રો યુએસબી સપોર્ટ સાથે આવે છે. ફોનમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, 3000mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટફોન 8 દિવસ સુધી બેટરી બેકઅપ આપે છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી કંપની શ્યાઓમી રેડમીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ખાસ ટેગલાઈન પણ આપી છે. કંપનીએ તેને ‘દેશ કા સ્માર્ટફોન’ ગણાવ્યો છે. આ ફોન ઓનલાઈન flipkar.com, mi.com પરથી ખરીદી શકાય છે જ્યારે ઓફલાઈન Mi સ્ટોર પરથી લઈ શકાય છે. આ સ્માર્ટફોન અનેક ભારીય ભાષાને પણ સપોર્ટ કરશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ફીચર્સ અને કિંમત વિશે....
ફોનમાં એક ક્વાડકોર ક્વાલકોમ 425 પ્રોસેસર છે. જે 1.4 ગીગાહર્ટ્સ પર ચાલે છે. 2.0 અપાર્ચર અને lED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. જ્યારે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનમાં બે સિમકાર્ડ સ્લોટ અને એક માઈક્રો SD કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોનમાં 5 ઇંચ HD ડિસ્પ્લે, 720×1280 પિક્સલ રિઝોલ્યુશન, ડ્યુઅલ સિમ, 2GB રેમ-16GB ઇન્ટર્નલ સ્ટોરેજ, 3GB રેમ-32GB ઇન્ટર્નલ મેમરી સાથે બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. રેડમી 5A એન્ડ્રોઇડ નૂગા આધારીત MIUI 9 પર રન થાય છે. તેના પહેલા 2GB વેરિએન્ટની કિંમત 5,999 છે જ્યારે 3GB વેરિએન્ટની કિંમત 6,999 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -