આવતીકાલે લોન્ચ થનારા Googleના બે સ્માર્ટફોનની તસવીર થઈ લીક, જાણો શું હશે કિંમત અને ફીચર્સ
ગૂગલ આવતીકાલે હાર્ડવેર ઇવેન્ટનું આયોજન કરવાની તૈયારીમાં છે. તેમાં કંપની ઘણી મોટી જાહેરાત કરી શકે છે. પરંતુ સ્માર્ટપોન ફેન્સની નજર તો હાલમાં સંભવિત લોન્ચ થનાર ગૂગલના બે નવા સ્માર્ટપોન Pixel અને Pixel XL પર છે. કંપની તેના માટે વિશ્વભરમાં અનોખી જાહેરાત કરી છે. કારણ કે તેની સીધી સ્પર્ધા આઈફોન સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેન્ચરબીટે દાવો કર્યો છે કે, તેની પાસે કથિત Pixel સ્માર્ટપોનની તસવીર હાથ લાગી છે. કહેવાય છે કે, આ સ્માર્ટપોન ગૂગલના નેક્સસ સ્માર્ટપોનને રિપ્લેસ કરશે. આ વખતે નવી સ્ટાઈલ, બ્રાન્ડ નેમ અને લોકોની સાથે કંપની બજારમાં આવશે.
એન્ડ્રોયડના એક અહેવાલ અનુસાર પ્રથમ સ્માર્ટફોન 5 ઇંચનો હશે જેનું નામ Pixel X છે અને તે Nexus 5Xનું હવે પછીનું વર્જન હશે. જ્યારે બીજો સ્માર્ટપોન 5.5 ઇંચનો હશે જેના Pixel XL નામ આપવામાં આવશે. કહેવાય છે કે વિતેલા વર્ષે હ્યુવેઈએ Nexus 6P બનાવ્યો હતો.
અહેવાલ અનુસાર આ બન્ને સ્માર્ટફોન ગૂગલના નવા ફોન ડિવિઝનને દર્શાવવાનું કામ કરશે. એન્ડ્રોઈડ અનુસાર આ સ્માર્ટફોન્સની શરૂઆતની કિંમત 649 ડોલર (અંદાજે 42 હજાર રૂપિયા) હોઈ શકે છે.
નવી લિક ઇમેજથી એટલું જાણવા મળે છે કે તેમાં ગૂગલનું નવું લોન્ચર હશે જેને કંપનીએ નૂગટ 7.0 પર બના્વ્યું છે. કંપનીએ હાલમાં આ સ્માર્ટપોન વિશે કોઈ જાણકારી આપી નથી, પરંતુ તેનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.
બન્ને ડિવાઈસની બોડી એલ્યુમીનિયમની બનેલી હશે અને બેક પેનલ પર ગ્લાસ લાગેલ છે. બેક પેનલ પર કેમેરાની સાથે એલઈડી ફ્લેશ હસે. ફિન્ગરપ્રિન્ટ સેન્સરને 5એક્સ અને 6પીની જેમ બેક પેનલ પર રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -