એન્ડ્રોઇડ ફોન વાપરો છો? તો તમને Android 9 pie માં મળશે આ 5 નવા ફિચર્સ, જાણો શું-શું કરી શકાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિઝાઇન ચેન્જઃ- નવા એન્ડ્રોઇડ પીમાં ગૂગલે નવી સિસ્ટમ નેવિગેશનની સાથે યૂઝર ઇન્ટરફેને વધુ બેસ્ટ બનાવ્યું છે. આમાં રીડિઝાઇન કરેલુ ક્વિક સેટિંગ્સ મળશે. સાથે જ વૉલ્યૂમ કન્ટ્રૉલ, નૉટિફિકેશન મેનેજમેન્ટ અને સ્ક્રીનશૉટ પણ પહેલા કરતાં બેસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૂગલે નવી એન્ડ્રોઇડમાં કેટલાક નાના મોટા ફેરફારો કર્યા છે.
સ્લાઇડસેસઃ- આ ફિચર એવી એપ્સ વિશે તમાને વધુ માહિતી આપશે, જેનો તમે સૌથી વધુ ઉપયોગ કરો છો.
એપ એક્શનઃ- એન્ડ્રોઇડપીમાં એપ એક્શન ફિચર આપવામાં આવ્યું છે જે એ નક્કી કરશે કે હવે પછી કયું કામ કરવાનું છે. જેનાથી તમે ફાસ્ટ અને પ્રૉડક્ટિવ રહી શકો. કંપનીએ ઉદાહરણ માટે જણાવ્યું કે, જો તમે તમારા સ્માર્ટફોનમાં હેડફોન લગાવશો તો આ જાતે જ તમારું પ્લે લિસ્ટ ઓપન કરીને આપી દેશે.
એડપ્ટિવ બ્રાઇટનેસઃ- આ નવું ફિચર હવે મશીન લર્નિંગનો ઉપયોગ કરશે, આ દરમિયાન એ સમજવાની કોશિશ કરશે કે યૂઝર્સ અલગ અલગ સેટિંગ્સમાં પોતાની સ્ક્રીનની બ્રાઇટનેસ કઇ રીતે રાખવાનું પસંદ કરે છે.
એડપ્ટિવ બેટરીઃ- આ ફિચર તમારા દ્વારા સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહેલી એપ્સ અને સર્વિસ માટે ખાસ કરીને બેટરીને મેનેજ કરશે. આ રીતે બેટરીના બેસ્ટ મેનેજમેન્ટથી સ્માર્ટફોનને વધુ સમય સુધી ચાલવામાં મદદ મળશે.
નવી દિલ્હીઃ ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ Android 9 pie રિલીઝ થઇ ચૂકી છે. આ ઓએસમાં કેટલાક નવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આમાં બેટરીથી લઇને ડિઝાઇન અને બ્રાઇટનેસના પ્રૉબ્લેમને સૉલ્વ કરવા માટે ખાસ ફિચર આપવામાં આવ્યા છે. અહીં તેમાના 5 બેસ્ટ ફિચર્સ બતાવવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -