GSTના કારણે એપલના આઈ-ફોનના ક્યા મોડલના ભાવ કેટલા ઘટી ગયા? જાણો વિગત
ઉપરાંત એપલ વોચ (સીરીઝ 1) પર 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે 23,900 રૂપિયાની જગ્યાએ હવે 22,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. એપલ વોચ (સીરીઝ 2) 32,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી હતી જે હાલમાં 31,600 રૂપિયામાં મળી રહી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ મેકબુક, આઈપેડની કિંમતમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
આઈફોન SE 32GBની કિંમત 26,000 રૂપિયા અને 128GB વેરિઅન્ટની કિંમત 35,000 રૂપિયા કરવામાં આવી છે જેની ખરેખર કિંમત 27,200 રૂપિયા અને 37,200 રૂપિયા છે.
આઈફોન 6s પ્લસ 32GB વેરિઅંટની ખરેખર કિંમત 60,000 રૂપિયા છે જે સેલમાં 56,100 રૂપિયામાં ખરીદી શકાય છે. ઉપરાંત 128GB વેરિઅંટની કિંમત 70,000 રૂપિયા છે જે 65,000 રૂપિયામાં ખરીદી શકાય છે.
આઈફોન 6sના 32ન અને 128GB વેરિઅંટ 46,900 રૂપિયા 55,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની ખરેખર કિંમત 50,000 રૂપિયા અને 60,000 રૂપિયા છે.
એપલ આઈફોન 7 પ્લસ 32GB વેરિઅંટ 67,300 રૂપિયામાં મળે છે. આઈફોન 7 પ્લસ 128GB વેરિઅન્ટ 76,200 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની ખરેખ કિંમત 82,000 રૂપિયા છે. તેના 256GB વેરિઅન્ટ 85,400 રૂપિયા હાલમાં છે, જેની ખરેખર કિંમત 92,000 રૂપિયા છે.
એપલે આઈફોન 7 32GB વેરિઅન્ટની કિંમત 60,000 રૂપિયા છે જે સેલમાં 56,200 રૂપિયામાં મળી રહી છે. આઈફોન 128GB 65,200 રૂપિયા અને 256GB વેરિઅન્ટ 74,400 રૂપિયામાં ખરીદી શકાય છે.
નવી દિલ્હીઃ 1 જુલાઈથી ભારતમાં જીએસટી લાગુ થઈ ગયો છે. જીએસટી પહેલા અનેક કંપનીઓએ ઓફર્સનો વરસાદ કર્યો હતો. શનિવારે જીએસટી લાગુ થયા બાદ એપલે પોતાની પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો કરવાની વાત કહી છે. આ પ્રોડક્ટમાં આઈફોન, મેક, એપલ વોચનો સમાવેશ થયો છે.