ગાંધીનગરઃ ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, સુરત જિલ્લો ટોપ પર, દાહોદનું સૌથી ઓછું રિઝલ્ટ
માતૃભાષા કરતા અંગ્રેજીનું પરિણામ વધારે રહ્યું છે. સૌથી ઉંચા પરિણામમાં સૌરાષ્ટ્રના ત્રણ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લા રહ્યા છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 368 રહી હતી જ્યારે A 1 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6378 અને A2 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 33956 રહી હતી.
રાજ્યમાંથી 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓ પોત પોતાની શાળામાંથી માર્કશીટ માર્કશીટ મેળવી શકશે. સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું રહ્યું હતું. ધોરણ 10માં સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે રહ્યું હતું. સુરતનું પરિણામ 80.06% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-10 બોર્ડનું પરિણામ 67.50 ટકા રહ્યું હતું. ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ જોઇ શકશે. બપોરે 11 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. આ વર્ષનું પરિણામ ગયા વર્ષ કરતા ઓછું રહ્યું હતું.