31 મેએ શ્યાઓમી લૉન્ચ કરશે એનો આ ધાંસૂ મોબાઇલ, લીક થયા આ દામદાર ફિચર્સ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કા આ વખતે શ્યાઓમી 3D ફેશિયલ રિકૉગ્નિશન ટેકનોલૉજી પણ આપવાની તૈયારીમાં છે, જેમે કે iPhone X માં આપવામાં આવી છે. આમાં iPhone X જેવો કાપ હશે કે નહીં અત્યારે તે સ્પષ્ટ નથી. પણ કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, 3D ફેશિયલ રિકૉગ્નિશનના કારણે કંપની આમાં કાપ આપી શકે છે.
Mi 8માં ડિસ્પ્લેની અંદર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર જોવા મળી શકે છે. જોકે વીવોએ દુનિયામાં સૌથી પહેલા સ્માર્ટફોનમાં આ ટેકનોલૉજી આપી છે, પણ જો શ્યાઓમી પણ આ લઇને આવે છે તો ધીમે ધીમે આ મેનસ્ટ્રીમ બનશે.
કેમેરા સેગમેન્ટની વાત કરીએ તો આ વખતે કંપની ડ્યૂલ કેમેરા આપશે. રિપોર્ટ અનુસાર, એક સેન્સર 20 મેગાપિક્સલનું હશે જ્યારે બીજુ સેન્સર 16 મેગાપિક્સલનું હશે. સેલ્ફી માટે પણ 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. આની બેટરી 3,300 mAhની હોઇ શકે છે.
તાજા લીક પ્રમાણે, આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રૉસેસર હશે, 6.2 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે અને 6GB રેમ હશે. ઇન્ટરનલ મેમરી 128GBની હશે અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર આધારિત MIUI પર ચાલશે. કંપની ટુંકસમયમાં જ MIUI 10 પણ લાવશે અને આશા છે કે આ પહેલો સ્માર્ટફોન હશે જેમાં MIUI 10 આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી પોતાનો નેક્સ્ટ ફ્લેગશિપ એટલે કે Mi 8 ટુંકસમયમાં જ લૉન્ચ થવાની તૈયારીમાં છે. આને 31 મેએ ચીનમાં લૉન્ચ કરી દેવામાં આવશે. આ પહેલા આ સ્માર્ટફોનની સ્પેશિફિકેશન્સ લીક થવાની શરૂ થઇ ગઇ છે અને હવે લગભગ મોટાભાગની સ્પેશિફિકેશન્સ લીક થઇ રહી છે.