GST પહેલા સ્માર્ટફોન ખરીદવાનું અમૂલ્ય તક, મળશે ભારે ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન સસ્તા થવાની શક્યતા કેમઃ GST પછી સ્માર્ટફોનના ભાવમાં વૃદ્ધિની શક્યતા છે. કંપનીઓ, રિટેલર્સ જુલાઈ પહેલાં જૂનો સ્ટોક વેચવા માંગે છે. ગ્રાહકોને આકર્ષવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટની શક્યતા છે. જૂન મહિનામાં સ્માર્ટફોનનું વેચાણ ૧૦ ટકા ઘટી શકે.મે જૂનમાં વેચાણ ૪.૨ ૪.૩ કરોડથી ઘટીને ૩.૮ ૩.૯ કરોડ થશે.
ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC) ઇન્ડિયાના સિનિયર એનાલિસ્ટ નવકેન્દર સિંઘે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, ગ્રાહકોને વેચાણની બાબતમાં જૂન મહિનો ઠંડો રહેશે અને જુલાઈમાં ભાવ વધવાના હશે તો બ્રાન્ડ્સ જૂનના મધ્ય ભાગથી જૂના સ્ટોક પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલે ‘સેલ્યુલર નેટવર્ક્સના ટેલિફોન અને તેમના પાર્ટ્સના ઉત્પાદન’ પર ૧૨ ટકા રેટ નિર્ધારિત કર્યો હતો. તેને લીધે મોટા ભાગના ફોનનો ભાવ અત્યારની તુલનામાં ૪ ૫ ટકા વધશે એવી માહિતી ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશને આપી હતી.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલીક હેન્ડસેટ બ્રાન્ડ્સ ગ્રાહકોને ઓનલાઇન કે ઓફલાઇન વિકલ્પની મદદથી સીધું જ ડિસ્કાઉન્ટ આપશે. જ્યારે રિટેલર્સ પણ નીચા ભાવ ઓફર કરે તેવી શક્યતા છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચને જૂનમાં હેન્ડસેટના ભાવમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળવાનો અંદાજ છે.
નવી દિલ્હીઃ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર હાલમાં જ મોબાઈલ ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. જોકે આ તક ચૂકી જનારા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. 1લી જુલાઈથી જીએસટી લાગુ થતા પહેલા અનેક કંપનીઓ જૂની સ્ટોક ખાલી કરવા માગતી હોય ટેલિકમ બ્રાન્ડ્સ આગામી સમયમાં હેન્ડસેટમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપે તેવી શક્યતા છે.