બેટરીમાં બે પ્રકારની ખામીને કારણે Galaxy Note 7 નોટમાં થતા હતા બ્લાસ્ટઃ સેમસંગ
સેમસંગ નોટ ૭માં આગ લાગવાના કારણે કંપનીએ ઓક્ટોબર ૨૦૧૬માં તેને બજારમાંથી પરત ખેંચી લીધા હતા. કંપનીના જણાવ્યા પ્રમાણે નોટ-૭ની બેટરીઝમાં ડિઝાઈન અને અન્ય મુદ્દાઓને વિસ્ફોટ માટે જવાબદાર ગણાવાયા હતા પણ બેટરીની મૂળ સમસ્યા જાણવા માટે વધારાની તપાસ જરૂરી હતી.
નવી દિલ્હીઃ સાઉથ કોરિયાની ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગે હાલમાં જ સ્પષ્ટતા કરી છે કે તેનો સ્માર્ટફોન ગેલેક્સી નોટ 7ની બેટરીમાં બે ખામી અને અંદરની બનાવટને કારણે ફોનમાં આગ લાગી રહી હતી અને બ્લાસ્ટ થઈ રહ્યા હતા. સેમસંગે જણાવ્યું કે, ઇન્ટરનલ શોર્ટ-સર્કિટમાં ખામી પણ તેનું એક કારણ હતું.
કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે સ્માર્ટફોનના હાર્ડવેરની ડિઝાઈન કે સોફ્ટવેરની ગરબડના કારણે નહીં પણ ખરાબ બેટરીના કારણે વિસ્ફોટ થયા હતા. કંપનીએ જારી કરેલા નિવેદન પ્રમાણે, અમારી અને ત્રણ સ્વતંત્ર ઔદ્યોગિક સંગઠનોની તપાસ પૂરી થવા પર અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ગેલેક્સી નોટ-૭ની બેટરી ખરાબ હોવાથી વિસ્ફોટો થયા હતા.