✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Nokiaની ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યો પાવરફૂલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન, એકસાથે કામ કરશે રિયર-ફ્રન્ટ કેમેરા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2017 12:02 PM (IST)
1

આ ગ્લૉસી પૉલિસ કૉપર, પૉલિસ બ્લૂ, ટેમ્પર્ડ બ્લૂ અને સ્ટીલ ફિનિશના ચાર કલર વેરિએન્ટમાં આવશે. આ સ્માર્ટફોન સપ્ટેમ્બર મહિનાથી ગ્લૉબલી સેલ થશે, જ્યારે ભારતમાં ઓક્ટોબરમાં મળશે. આને EUR 599 લગભગ 45 હજાર રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.

2

આ સાથે ફોનમાં USB 3.1 Type-C પોર્ટ હશે, જ્યારે 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. આમાં બ્લૂટૂથ 5.0, NFC અને સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. Nokia 8માં એલ્યૂમિનિયમ બૉડી આપવામાં આવી છે. ફોનને IP54 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

3

ફોન 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરીની સાથે આવશે, રેમ અને મેમેરીનું બીજુ અન્ય વેરિએન્ટ નથી. આ ઉપરાંત ફોનમાં 256GB મેમરી સુધી microSD કાર્ડ લગાવી શકાશે. Nokia 8માં 3090mAhની બેટરી આપવામાં આવી છે, આ ક્વિક ચાર્જિંગ ટેકનોલૉજીને સપોર્ટ કરે છે.

4

ફોનમાં 5.3 ઇંચની LCD ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું 2K (2048×1080 પિક્સલ) રિઝોલ્યૂસન છે. સ્ક્રીનને સિક્યૂરિટી આપવા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રૉસેસર આપવામાં આવ્યું છે, જેની સ્પીડ 1.8GHz ઓક્ટાકોર છે.

5

મ્યૂઝિક એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા ફોનમાં Ozo ઓડિયો ટેકનિકનો યૂઝ કરવામાં આવ્યો છે. ફોનનો યૂઝ VR હેડસેટ પર કરવામાં આવશે ત્યારે યૂઝરને 360 ઓડિયો ક્વૉલિટી મળશે. જોકે, આ ફિચરનો યૂઝ કોઇ થર્ડ પાર્ટી એપ્સ પર નહીં થઇ શકે.

6

Nokia 8માં 13 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરા આપ્યા છે, જે f/2.0 RGB અને મોનોક્રૉમ સેન્સરની સાથે આવે છે. ફોટોની ક્વૉલિટી બેસ્ટ બનાવવા માટે આમાં લેસર ફોકસની સાથે ડ્યૂલ-ટૉન LED ફ્લેશ આપવામાં આવ્યો છે. ફોનના બન્ને કેમેરાથી યૂઝર 4K (3840 × 2160 પિક્સલ) રિઝોલ્યૂશન ક્વૉલિટીનો વીડિયો બનાવી શકે છે.

7

HMD ગ્લૉબલે Nokia 8માં કાર્લ જીસ કેમેરાની સાથે એકસાથે ટેકનિક 'બોથીઝ'નો યૂઝ કર્યો છે. કંપની અનુસાર, આ ટેકનિકથી યૂઝર ફ્રન્ટ કેમેરાથી એકસાથે વીડિયોનો ફોટો ક્લિક કરી શકશે. આ ફિચરના યૂઝથી ફેસબુક લાઇવ, યુટ્યૂબ લાઇવ કે અન્ય પ્લેટફોર્મ પર મદદ મળશે. તે દરમિયાન યૂઝર બન્ને કેમેરાની સાથે ફૂલ HD વીડિયોની સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશે.

8

નવી દિલ્હીઃ HMD ગ્લોબલે નોકિયા બ્રાન્ડ અંતર્ગત 13MP ડ્યુઅલ કેમેરાથી સજ્જ નોકિયા 8ને લંડનમાં લોન્ચ કર્યો છે. કાર્લ જાઈસ લેન્સથી લેસ નોકિયા 8ની કિંમત 599 યૂરો છે એટલે કે ભારતીય બજારમાં તેની કિંમત અંદાજે 45,000 રૂપિયામાં ઉપલબ્ધ હશે. મીડિયા અહેવાલ અનુસાર ભારતમાં નોકિયા 8નું વેચામ ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે છે. કેમેરા ઉપરાંત 8માં અનેક ખાસ ફીચર્સ છે. આ પાણી અને ફુવારાથી સુરક્ષિત છે. સાથે સાથે આ ફોન હીટ મેનેજમેન્ટ ટેકનીકથી પણ સજ્જ છે.

  • હોમ
  • ગેજેટ
  • Nokiaની ધમાકેદાર એન્ટ્રી, લોન્ચ કર્યો પાવરફૂલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન, એકસાથે કામ કરશે રિયર-ફ્રન્ટ કેમેરા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.