25 વર્ષ બાદ વાપસી કરશે Nokia નો આ ફોન, જાણો શું હશે ફિચર્સ અને કિંમત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ત્રણેય સ્માર્ટફોન્સની સંભવિત કિંમતોની વાત કરીએ તો Nokia 6 (2018)ની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોઇ શકે છે, જ્યારે Nokia 7 Plusની કિંમત 30,000ની અંદરની હોઇ શકે છે. Nokia 8 Sirocco કંપનીનો હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને આની કિંમત વધારે હોઇ શકે છે.
નોંધનીય છે કે, 4 એપ્રિલને ભારતમાં નવા નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એચએમડી ગ્લૉબલે તાજેતરમાં જ Nokia 6 (2018), Nokia 7 Plus અને Nokia 8 Sirocco ગ્લૉબલ લૉન્ચ કર્યો છે. એટલે આશા છે કે ત્રણેય સ્માર્ટફોન 4 એપ્રિલે ભારતમાં લૉન્ચ થઇ શકે છે. આ ઉપરાંત તાજેતરમાંજ Nokia 1 Android Oreo Go edition લૉન્ચ કર્યો છે જેની કિંમત 5,499 રૂપિયા છે.
Nokia 2010 માં તે જ ઓપરેટિંગ સિસ્ટમ આપવાની શક્યતા છે જે કંપનીની ક્લાસિક સીરીઝમાં આપવામાં આવે છે. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમાં એચએમડી ગ્લૉબલ અને ફેસબુકના પાર્ટનરશિપ અંતર્ગત ફેસબુક અને વૉટ્સએપનો સપોર્ટ આપવામાં આવી શકે છે. આ ફોનને A10 નું નામ આપવામાં આવી શકે છે અને આને Nokia 3310 ની જેમ કેટલાય કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. એચએમડી ગ્લૉબલની જેમ અત્યાર સુધી આના વિશે કંઇપણ કહેવામાં આવ્યું નથી.
એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટ અનુસાર, આગામી વર્ષે નોકિયાના પહેલા હેન્ડસેટની 25મી વર્ષગાંઠ છે અને આ પ્રસંગે કંપની Nokia 2010 ના નવા વર્ઝનલ લૉન્ચ કરશે. જોકે, આની ડિઝાઇન નવી હશે અને આમાં કલર સ્ક્રીનની સાથે 4G કનેક્ટિવિટી પણ આપવામાં આવશે. આ વર્ષે કંપનીએ Nokia 8110 લૉન્ચ કર્યો છે જેને બનાના ફોન પણ કહેવામાં આવે છે.
નવી દિલ્હીઃ બે વર્ષ પહેલા એચએમડી ગ્લૉબલએ અત્યાર સુધીનો સૌથી પૉપ્યૂલર ફોન Nokia 3310 ને રી-લૉન્ચ કર્યો હતો. 1994માં એટલે કે લગભગ 25 વર્ષ પહેલા Nokia 2010 ક્લાસિક ફિચર ફોન લૉન્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, નોકિયા 25મી વર્ષગાંઠના પ્રસંગે કંપની Nokia 2010 ને નવા અવતારમાં લૉન્ચ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -