✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એપ્લિકેશન કરી રહી છે તમારા વ્હોટ્સએપની જાસૂસી, ફોનમાં હોય તો આજે જ કરો અનઇન્સ્ટોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 08:03 AM (IST)
1

નવી દિલ્હીઃ મેસેન્જર એપ વ્હોટ્સએપની જાસૂસી કરતી એપ્લિકેશનની જાણકારી મળી છે. ભારત સહિત વિશ્વભરમાં વ્હોટ્સએપના કોરોડો યૂઝર છે અને તેની જાસૂસી કરનાર એપ વિશે લોકોને અવગત કરાવવામાં આવી રહ્યા છે. એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર ચેટવોચ નામની એપ વ્હોટ્સએપના તમામ સુરક્ષાને તોડીને તેની જાસૂસી કરે છે. આ એપ દ્વારા વ્હોટ્સએપ પર ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટેટસની જાણકારી મેળવી શકાય છે.

2

એક વેબસાઈટ મુજબ ચેટવોચ 24 કલાકમાં જ પોતાનું કામ બતાવવા લાગે છે. જો તે એપ સ્ટોરમાં છે તો ભારતમાં તેના એન્ડ્રોઈડ એપ માટે તમારે 140 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. જોકે કંપનીએ તેને માર્કેટમાંથી હટાવી લીધી છે. કહેવાઈ રહ્યું છે કે એપલે પણ એપ સ્ટોરમાંથી તેને હટાવી દીધી છે. વેબસાઈટે દાવો કર્યો છે કે તે એપના વેબ વર્જન પર કામ કરી રહી છે અને તે 1લી એપ્રિલથી લોન્ચ થઈ શકે છે.

3

એપની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમે જાણો કે તે ક્યારે ઊંઘે છે, કેટલા કલાક ઊંઘે છે… તમે જેમને ઓળખો છો તેમના ચેટ પેટર્નની પણ તુલના કરો. અને અમે તેની કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરતા તમને એ સંભાવનાઓ વિશે જણાવીશું જ્યારે દિવસના સમયે તેમની સાથે ચેટ કરો છે.

4

આ એપની વેબસાઈટ www.chatwatch.net પર જાણકારી આપવામાં આવી થે, તમારા મિત્રો, પરિવાર અને કર્મચારીઓના વોટ્સપ પર ઓનલાઈન અને ઓફલાઈન એક્ટિવિટીને મોનીટર કરવા માટે ચેટવોચનો ઉપયોગ કરો, ત્યારે પણ જ્યારે તેમનું લાસ્ટ સીન હાઈડ કરેલું હોય.

5

જણાવી દઈએ કે વોટ્સએપ સાથે જોડાયેલી સારી ખબર પણ યુઝર્સ માટે આવી છે. એક નવું ફીચર એપ સાથે કંપની જોડી રહી છે. જેના દ્વારા એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝના ડેટા સરળતાથી નવા નંબર પર ટ્રાન્સફર કરી શકાય છે. ફીચરનું નામ ‘ચેન્જ નંબર’ છે. હાલમાં તે બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે.

  • હોમ
  • ગેજેટ
  • આ એપ્લિકેશન કરી રહી છે તમારા વ્હોટ્સએપની જાસૂસી, ફોનમાં હોય તો આજે જ કરો અનઇન્સ્ટોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.