ભારતમાં શરૂ થયું નોકિયા-5 સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ, સાથે જ મળી રહી છે આ શાનદાર ઓફર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jul 2017 07:58 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી મનપસંદ મોબાઈલ ફોન બ્રાન્ડ નોકિયાએ એન્ડ્રોઈડ પર આધારિત પોતાનો બીજો સ્માર્ટફોન નોકિયા 5નું પ્રી બુકિંગ શરૂ કરી દીધું છે. તમને જણાવીએ કે કંપનીએ નોકિયા 3 સ્માર્ટફોન વિતેલા મહિને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. નોકિયા 5 કંપનીએ વિતેલા મહિને 12,899 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. આ ફોન ઓફલાઇન માર્કેટમાં ઉપલબ્ધ થશે, એટલે કે આને નોકિયા સ્ટૉર પરથી ખરીદી શકાશે. પ્રી-ઓર્ડર બુકિંગ મલ્ટીબ્રાન્ડ રિટેલ સ્ટૉર પરથી કરી શકાય છે.
12
આ હેન્ડસેટની સાથે વૉડાફોન કસ્ટમર્સને 149 રૂપિયાના રિચાર્જ પર 5GB ડેટા આપી રહ્યું છે, આ ઓફર 3 મહિના સુધી ચાલશે. ગ્રાહકોને 2500 રૂપિયાની મેકમાય ટ્રિપની કૂપન પણ મળશે. આમાં 1800 રૂપિયા સુધીની છૂટ હૉટલ બુકિંગ અને 700 રૂપિયા સુધીની છૂટ ફ્લાઇટ બુકિંગમાં કરી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ નોકિયા 5, 6 અને 3 ના ફિચર્સ...