Nokiaનો નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન NOKIA 6(2018) થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Nokia 6(2018)માં 5.5 ઈંચનું ફુલ HD IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ક્વૉલકોમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર વાળા આ ફોનમાં 4GB રેમ આપવામાં આવી છે. 3000mAhની પાવરફુલ બેટરી સાથે આ ફોન ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્ને સ્માર્ટફોન બ્લેક અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ હશે. આમ તો આ ફોન Nokia 6 જેવો જ લાગે છે, પરંતુ તેમાં માઈનર ચેન્જ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આગળ નહીં પાછળ આપવામાં આવ્યું છે.
ચીનની એક ઈ-કોમર્સ વેબસાઈટ પર આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ, કિંમત અને ફોટો લિસ્ટ કરવામાં આવ્યા છે. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, 10 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનના પ્રી-ઓર્ડર શરુ થશે. આ સ્માર્ટફોન 32GB અને 64GBના બે વેરિયન્ટમાં આવશે. 32GB વાળા વેરિયન્ટની કિંમત 14600 રુપિયા છે જ્યારે 64GB વાળા વેરિયન્ટની કિંમત 16000 રુપિયા છે.
નવી દિલ્હીઃ નોકિયાની માલિકી ધરાવતી કંપની એચએમડી ગ્લોબલે બજારમાં પોતાના નવો એન્ડ્રોઈડ સ્માર્ટફો નોકિયા 6 લોન્ચ કર્યો છે. કંપનીનો આ ફોન વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ મિડ રેન્જ સ્માર્ટફોન નોકિયા 6નું અપગ્રેડ વેરિએન્ટ છે.
ફોનમાં ફ્લેશ સાથે સિંગલ 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઈડ 7.1.1 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -