Honor 8C ભારતમાં થયો લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર
આ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કિંમત 11,999 રૂપિયા છે, જ્યારે સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે. કંપનીએ આ સ્માર્ટફોનની સાથે ઓનર બેન્ડ 4 પણ લોન્ચ કર્યો છે.
સ્માર્ટફોનમાં 256 જીબી સુધીની સ્ટોરેજ માઈક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે. 8સીમાં કંપનીએ 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા આપ્યો છે. જ્યારે કંપનીએ ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો f/2.0 અપર્ચરનો કેમેરો આપ્યો છે.
સ્માર્ટફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 5V/2A ચાર્જિંગની સાથે આવે છે. અન્ય ફીચર અથવા કનેક્ટિવિટીની વાત કરીએ તો સ્માર્ટપોનમાં 4G VoLTE, સિંગલ બેન્ડ Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ વી4.2, જીબીએસ વગેરેની સાથે 3.5 એમએમનો જેક મળે છે. સ્માર્ટપોનની રિયર સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.
નવી દિલ્હીઃ હુવાવેની સબ બ્રાન્ડ ઓનરે આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ દેશભરમાં ઓનર 8સી સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર એક્સક્લૂસિવ રિતે મળશે. કંપનીએ ઓનર 8સીને થોડા દિવસ પહેલા જ ચીનની બજારમાં રજૂ કર્યો હતો. આ સ્માર્ટફોનમાં નોચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, ફેસ અનલોક જેવા ફીચર ઉપલબ્ધ છે.
ડ્યુઅલ સિમ ફીચરવાળા ઓનર 8સી સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.1 પર આધારિત EMUI 8.2 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.26 ઇંચની એચડી પ્લસ ટીએફટી આઈપીએસ એલસીડી પેનલ આપવામાં આવી છે. ઓનર 8સી સ્માર્ટફોનમાં યૂઝર્સને ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર મળશે, જે Adreno 506 GPU, 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની સાથે આવશે.