એપલના iPhone XSને 4,499 રૂપિયામાં ખરીદવાનો શાનદાર મોકો, જાણો કઇ રીતે
આઇફોન્સ માટે EMI પ્લાન્સની જાહેરાત કરી છે. બન્ને આઇફોન XS અને આઇફોન XS મેક્સ પહેલા જ ભારતમાં પ્રી-ઓર્ડર માટે અવેલેબલ થઇ ચૂક્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ, એરટેલ, રિલાયન્સ જિઓ અને પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી દીધી છે. નવા આઇફોનને EMI ઓપ્શનની સાથે ખરીદવા માટે યૂઝર્સને 27 સપ્ટેમ્બર પહેલા ફોનને પ્રી-બુક કરાવવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ડિયાઆઇસ્ટૉર વેબસાઇટ અનુસાર, તમે 64જીબી વાળા આઇફોન XS વેરિએન્ટને 4,499 રૂપિયાની કિંમત પર ખરીદી શકો છો. આ માટે તમારે 24 મહિનાની EMI પસંદ કરવી પડશે. ઇએમઆઇ લેવા પર ગ્રાહકને 8,076 રૂપિયા વધારે આપવા પડશે, આ ઇન્સ્ટન્ટ એમાન્ટ તરીકે યૂઝર્સ પાસેથી લેવામાં આવશે. 24 મહિનાની ઇએમઆઇ બાદ આઇફોન XSના 64જીબી વાળા વેરિએન્ટની કિંમત 107,976 રૂપિયા થઇ જશે. જ્યારે 256જીબી વેરિએન્ટની કિંમત યૂઝર્સને દરમહિને 5,175 રૂપિયા આપવી પડશે. જ્યારે 512જીબી વેરિએન્ટ માટે યૂઝર્સને 24 મહિના માટે 6,076 રૂપિયા આપવા પડશે. જોકે આ 12 મહિનાનો EMI પ્લાન ઉપલબ્ધ નથી. હાલ આ સ્કિમ સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર અવેલેબલ છે.
વળી સૌથી મોટા આઇફોન XS મેક્સના 64જીબી વેરિએન્ટને યૂઝર્સ દર મહિને 4,999 રૂપિયા આપીને 24 મહિના માટે ઇએમઆઇ કરાવી શકે છે. જ્યારે 256જીબી અને 512જીબી વાળા વેરિએન્ટની કિંમત 5,678 રૂપિયા અને 6,587 રૂપિયા આપણે મહિને આપવા પડશે. ફોન પર 5 ટકાનુ એડિશનલ કેશબેક પણ આપવામાં આવશે.
એપલ આઇફોન XS 64જીબીની કિંમત 1,09,900 રૂપિયા છે, તો 256જીબી વાળા વેરિએન્ટની કિંમત 1,24,900 રૂપિયા છે, જ્યારે 512જીબી વાળા વેરિએન્ટની કિંમત 1,44,900 રૂપિયા છે. બીજીબાજુ જો આઇફોન XSના 64જીબી વેરિએન્ટની કિંમતની વાત કરીએ તો 99,900 રૂપિયા છે, જ્યારે 256જીબી અને 512જીબી વાળા સ્ટૉરેજની કિંમત 1,14,900 અને 1,34,900 રૂપિયા છે.
નવી દિલ્હીઃ લેટેસ્ટ આઇફોન XS અને આઇફોન XS મેક્સ ભારતમાં 28 સપ્ટેમ્બરે અવેલેબલ થઇ જશે. જો તમે એપલના આ બે લેટેસ્ટ મૉડલને ઝડપથી ખરીદવા માંગતા હોય તો અહીં 4499 રૂપિયા વાળી સ્કીમ અવેલેબલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -