લાવાએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 4G VoLTE ફીચર ફોન, કિંમત માત્ર 3,333 રૂપિયા
લાવાના આ ફીચર ફોનની બેટરી 1750 mAhની છે. 4G VoLTE ઉપરાંત કનેક્ટિવિટી ફીચરમાં વાયરલેસ FM અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સામેલ છે. 4જી ઉપરાંત લાવાનો આ ફોન 2જી વોયસ કોલિંગ અને EDGE કનેક્ટિવિટીની સાથે આવે છે.
લાવા 4G Connect M1 ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. કંપનીએ તેમાં 1.2 GHz ક્વાડ કોર પ્રોસેસરની સાથે 512MB રેમ આપી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 4GB છે અને યૂઝર તેમાં 32GB સુધીનું માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે. ફોનમાં VGA કેમેરો પણ છે જેનાથી તમે તસવીર પણ લઈ શકો છો.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દ્વારા 1500 રૂપિયાનો 4G VoLTE ફોન લોન્ચ કરતા પહેલા જ લાવાએ ભારતીય બજારમાં તમામ વિશેષતાઓ સાથેનો ફીચર ફોન લોન્ચ કર્યો છે. લાવાના 4G Connect M1 ફોનની કિંમત માત્ર 3333 રૂપિયા છે. આ ફોન વોયસ ઓવર એલટીઈ એટલે કે VoLTE સપોર્ટ કરે છે. તમે રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ આ ફોનમાં કરી શકો છો.
કંપનીએ જણાવ્યું કે, લાવા 4G Connect M1 ફોનમાં ફેસબુક લાઇટ અને મેસેજિંગ એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ હશે. હેન્ડસેટની બોડી પોલીકાર્બોનેટની બનેલ છે.