આજે લોન્ચ થશે HTCનો હાઈટેક સ્માર્ટફોન, બે ડિસ્પ્લે સ્ક્રીન સાથે હશે ઘણું બધું, જાણો
ફોનમાં 3000mAh ની બેટરી આપવામાં આવી છે. આ ક્વીક ચાર્જ 3.0 ને સપોર્ટ કરે છે. ફોનમાં 4GBની રેમ આપવામાં આવી છે. ફોનના બે વેરિએન્ટ 64GB અને 128GB મોડલમાં ઉપલબ્ધ છે. 64GBમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન અને 128GB વેરિએન્ટમાં સફાયર ગ્લાસનું કોટિંગ આપવામાં આવ્યું છે.
આ ફોન એન્ડ્રોઈડ 7.0 નોગટ પર કામ કરે છે. આમાં પ્રોસેસર Snapdragon 821 આપવામાં આવ્યું છે. આમાં Type C સપોર્ટ આપવામાં આવ્યો છે.
ફોનમાં 16 MPનો સેલ્ફી કેમેરા અને 16MPનો રિયર કેમેરા છે. આ ફોનમાં લો લાઇટ કન્ડિશન માટે UltraPixel મોડ આપવામાં આવ્યો છે. જેમાં ઓછી લાઈટમાં સારા ફોટો લઈ શકાશે.
આ ફોન 4 ઓપ્શનમાં મળશે. જેમાં બ્લેક, વ્હાઈટ, બ્લુ અને પિંક કલર મળશે. તેમાં માઈક્રોફોન ઇન બિલ્ટ છે જે 360 ડિગ્રી ઓડિયોને રેકોર્ડ કરી શકે છે.
ફોનમાં બૂમસાઉન્ડનું Hi-Fi સ્પીકર આપવામાં આવ્યું છે. જે iPhone 7 અને iPhone 7 Plus માં છે. આ ફોનમાં હેડફોન જેક નથી આપવામાં આવ્યો પરંતુ એની સાથે HTC USonic એરફોન હોય છે. આ ફોન કાલે (21 ફેબ્રુઆરી)એ દિલ્હીમાં લૉન્ચ કરવામાં આવશે. આ માટે ઇન્વાઇટ મોકલવામાં આવ્યાં છે.
નવી દિલ્હીઃ વિતેલા મહિને તાઈવાનની કંપની HTCએ પોતાની U સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ સીલીઝના જ બે સ્માર્ટપોન HTC U અલ્ટ્રા અને HTC U પ્લે લોન્ચ કર્યો હતો. ભારતીય બજારમાં આ સમાર્ટફોનની આતુરતાથી રાહ જોવાતી હતી અને હવે આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ આ ડિવાઈસ ભારતમાં લોન્ચ થશે. કંપની ભારતમાં એક ઇવેન્ટ કરવાની છે જેના પ્રેસ ઇનવાઈટ પર 'for U event' લખેલ છે. જેનાથી સ્પષ્ટ છે કે એચટીસી ભારતમાં યુ અલ્ટ્રા ઉતારવાની છે.