જીયો 4G ઈન્ટરનેટ 31 માર્ચ પછી મફત નહીં મળે, જાણો એ 31મી પછીના ત્રણ મહિના માટે શું હશે ચાર્જ?
રિલાયન્સની ઓફરના કારણે અન્ય કંપનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. તમા મોબાઈલ ઓપરેટર કંપનીઓએ ડેટા ચાર્જ અને કોલિંગ ચાર્જ ઘટાડવા પડયા છે તથા નવા પ્લાન બનાવવા પડયો છે. હવે રીલાયન્સની ફ્રી ઓફર પૂરી થતાં નવા પ્લાન આવશે ત્યારે બીજી કંપનીઓએ પણ નવા પ્લાન મૂકવા પડશે.
અલબત્ત કંપનીની વાસ્તવિક પરીક્ષા 31 માર્ચ બાદ શરૂ થશે. એવુ પણ બની શકે કે 31 માર્ચ પહેલાં ઘણા ગ્રાહકો જીયોના સીમ બંધ કરી દે કેમ કે 31 માર્ટ પછી મફત ઇન્ટરનેટ નહીં મળે. આવી સ્થિતી ના સર્જાય એટલા માટે કંપનીએ સાવ સસ્તા દરે લોકોને ઈન્ટરનેટ આપવાની સ્કીમ લોંચ કરવાનું આયોજન કર્યું છે.
રિલાયન્સ જીયો 5 સપ્ટેમ્બરે લોંચ થયું હતું અને માત્ર 5 મહિનામાં ગ્રાહકોની સંખ્યા 7.24 કરોડ થઇ ગઈ છે. કંપનીએ સળંગ છ મહિના માટે ફ્રી કોલિંગ અને ફ્રી ઈન્ટરનેટ સેવા આપી તેના કારણે કંપની સાથે કરોડો ગ્રાહકો જોડાયા છે. ગયા મહિને દાવો થયો હતો કે માર્ચના અંત સુધીમાં રિલાયન્સ જીયો પાસે 10 કરોડ ગ્રાહકો હશે.
બીજી તરફ 4G માટે જીયો ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે પણ આ ચાર્જ ત્રણ મહિના માટે માત્ર 100 રૂપિયા હશે. આ 100 રૂપિયા ભરીને રીલાયન્સ 4Gના ગ્રાહકો ત્રણ મહિના માટે અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકશે. રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે તેમના પર બહુ બોજ નાંખવા નથી માગતી.
વિશ્વસનિય સૂત્રોના જણાવ્યા અનુસાર 31 માર્ચથી જીયો 4જીની મફત ઈન્ટરનેટ સેવા બંધ થશે પણ તેના બદલામાં એવો ટેરીફ પ્લાન લોંચ કરાશે કે જેથી ગ્રાહકો પર બોજ ના પડે. રિલાયન્સ જીયો 4G ubs 31 માર્ચ બાદ નવા ટેરીફ પ્લાન લોન્ચ કરશે. આ પ્લાનમાં કોલિંગ માટે કોઇ પણ પ્રકારનો કોઇ ચાર્જ નહીં લાગે.
નવી દિલ્લી: રિલાયન્સ જીયો 4Gના ગ્રાહકો માટે 31 માર્ચ સુધી રિલાયન્સ જીયો ઇન્ટરનેટની સાથે સાથે વોઇસ કોલિંગ સંપૂર્ણ મફત છે. જો કે 31 માર્ચને હવે બહુ દિવસની વાર નથી ત્યારે એ પછી શું એ સવાલ જીયો 4Gના ગ્રાહકોને સતાવી રહ્યો છે. આ ગ્રાહકો માટે જીયો તરફથી ખુશખબર છે.