સેમસંગ પહેલા આ કંપની લાવી રહી છે પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો વિગતે
મીડિયા રિપોર્ટસ અનુસાર હુઆવે આ સ્માર્ટફોનના 20 હજારથી 30 હજાર યૂનિટ્સ બનાવી શકે છે. કંપનીએ આ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપની આ સ્માર્ટફોન દ્વારા વિરોધી કંપની સેમસંગને ટક્કર આપશે. તેના ફીચર્સ અને કિંત અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની હુઆવે ટૂંકમાં જ વિશ્વનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ચીનની એક રિસર્ચ ફર્મ Nikkeiના અહેવાલ અનુસાર હુઆવે સેમસંગ પહેલા વિશ્નો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સેમસંગ આગામી વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.
મીડિયા અહેવાલ અનુસાર, હુઆવે પોતાનો આ સ્માર્ટફોનમાં બેન્ડેબલ OLED ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરશે. આ ડિસ્પ્લેને ચીની સપ્લાયર બીજિંગ ઓરિએન્ટલ ઈલેક્ટ્રોનિક્સ (BOE)પાસેથી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2019ની શરૂઆતમાં કંપની સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જ્યારે સેમસંગનો ફોલ્ડેબલ સ્માર્ટફોન 2019ના અંતમાં લોન્ચ થઈ શકે છે. BOE આઈફોન માટે OLED પેનલ સપ્લાઈ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -