WhatsApp પર ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત, આ રીતે કરો ઉપયોગ
વોટ્સએપ ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત કરવા માટે યૂઝરે સૌથી પહેલા એકને કોલ લગાવવાનો રહેશે ત્યાર બાદ તમે અન્ય બે લોકોને એડ કરી શકો છો. આ ફીચર બાદ અન્ય વીડિયો કોલિંગ પ્લેટફોર્મ જેમ કે સ્કાઈપને ટક્કર મળી શકે છે. વોટ્સએપનો યૂઝરબે ખૂબ મોટો છે અને વિશ્વભરમાં તેના 150 કરોડ મંથલી એક્ટિવ યૂઝર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રુપ વીડિયો કોલિંગ નવું નથી, અનેક એપ્સ આવી સુવિધા આપે છે. પરંતુ વોટ્સએપનું કહેવું છે કે, આ ફીચરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી હાઈ સ્પીડ ઇન્ટરનેટની જરૂરત ન રહે. કંપનીનુ કહેવું છે કે આ વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ હશે જેમ વોટ્સએપ મેસેજ હોય છે.
વોટ્સએપ અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઈવ થઈ ગયું છે. આજથી વિશ્વભરમાં iOS યૂઝર્સ અને એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે. વોટ્સએપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂઝર્સ એક સાથે વીડિયો ચેટ કરી શકશે.
નવી દિલ્હીઃ ફેસબુકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં પહેલા ઓડિયો કોલિંગની શરૂઆત થઈ. બાદમાં વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆથ થઈ છે. ડેવલપર કોન્ફરન્સ એફ8માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહીં, પરંતુ ઓડિયો માટે પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -