WhatsAppએ વધારી મેસેજ ડીલીટ કરવાની સમયમર્યાદા, પહેલા હતી 7 મિનિટ
નવી દિલ્હીઃ WhatsApp છેલ્લા ઘણાં મહિનાઓથી ભૂલથી મોકલવમાં આવેલ મેસેજ ડીલીટ કરવા માટે કામ કરી રહ્યું છે. તેને લઈને કંપનીએ Delete for Everyone ફીચર પણ રજૂ કર્યું છે. કંપનીએ પહેલા Delete for Everyone માટે 7 મિનિટનો સમય રાખ્યો હતો તેમાં હવે વધારો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ મેસેટ ડીલીટ કરવાની સમય મર્યાદા વધારીને 4096 સેકન્ડ(એક કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ) કરી દેવામાં આવી છે. આ નવા ટાઈમ અપડેટને સૌથી પહેલા એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું. હવે કંપનીએ iOS યુઝર માટે પણ નવો ટાઈમ અપડેટ આપ્યો છે.
વૉટ્સએપ અપડેટ્સને ટ્રેક કરનારા WeBetaInfoના ટ્વિટર અકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, એપ સ્ટોર પર વૉટ્સએપનું નવું અપડેટ ઉપલબ્ધ છે. આ અપડેટ બગ ફિક્સ માટે છે, પરંતુ Delete for everyone ફીચર માટે ટાઈમ લિમિટને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી વધારવામાં આવ્યો છે. આ ફીચર ગ્રુપ અને પર્સનલ ચેટ બન્નેમાં કામ કરે છે.
કોઈ મેસેજને ડીલીટ કરવા માટે યુઝરે તે મેસેજ સિલેક્ટ કરવાનો રહેશે, જેને ડીલીટ કરવાનો છે. હવે ચેટ વિન્ડોમાં ટૉપ બારમાં સ્ટાર, રિપ્લાય, કૉપી, ફોરવર્ડ, ઈન્ફર્મેશન અને ડીલીટ જેવા ઓપ્શન મળશે. તમે ડીલીટ ફોર એવરીવન અથવા ડીલીટ ફોર યોરસેલ્ફ વિકલ્પમાંથી કોઈ વિકલ્પ સિલેક્ટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સામે આવ્યુ હતું કે અમુક યુઝર ‘Delete for everyone’ ફીચરની વધેલી ટાઈમલાઈનનો દુરુપયોગ કરે છે. કંપનીએ જોયું કે અમુક યુઝર એપના મોડિફાઈડ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે અને 3 વર્ષ જૂના મેસેજ ડીલીટ કરી રહ્યા છે. આ રોકવા માટે વોટ્સએપે Block Revoke Request ફીચર પણ લોન્ચ કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -