આ કંપનીએ લોન્ચ કર્યો 3 રિયર કેમેરા વાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
કંપનીનું કહેવું છે કે, ધૂળ અને પાણીથી સુરક્ષા મેળવવા માટે P20ને IP53 રેટિંગ મળી છે. આ ફોનમાં 3400MAH બેટરી છે. કંપનીનો દાવો છે કે ફોનમાં સતત 75 કલાક સુધીનું મ્યુઝિક પ્લેબેક મળશે. P20 PROને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP67 રેટિંગ મળી છે. ફોનને પાવર આપવા માટે 4000mAh બેટરી છે. આ ફોનથી 89 કલાક સુધીનો ટોક ટાઈમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppP20 Proમાં એક ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 3X ઓપ્ટિકલ ઝુમ સાથે 8 મેગાપિક્સલ સેન્સર છે. બીજામાં 40 મેગાપિક્સલ RGB સેન્સર જ્યારે ત્રીજામાં 20 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર છે. સ્માર્ટફોન 6Axis સ્ટેબિલાઈઝેશન અને 960 ફ્રેમ પ્રતિ સેકન્ડ સુપર સ્લો મોશન વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. બન્ને ફોન્સમાં Master AIનો વિકલ્પ પણ મળે છે.
P20 PROમાં 6.1 ઈંચ ફુલ HD+(1080X2240 પિક્સલ) OLED ફુલ વ્યુ ડિસ્પ્લે છે. P20માં 5.8 ઈંચ ફુલ HD+(1080×2244 પિક્સલ) RGBW ફુલવ્યુ ડિસ્પ્લે છે. અહીં Wનો અર્થ વાઈટ છે.
P20 અને P20 Pro ડ્યુઅલ સિમ સ્માર્ટફોન્સ છે અને તે એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત EMUI 8.1 પર ચાલે છે. ફોનમાં Google ARCore અને કસ્ટમાઈઝ્ડ Google Assistant મળે છે. બન્ને સ્માર્ટફોન્સમાં ઓક્ટા-કોર વાવે હાઈસિલિકોન કિરિન 970 પ્રોસેસર છે. P20માં 4GB RAM છે જ્યારે P20 પ્રોમાં 6GB રેમ આપવામાં આવી છે. બન્ને સ્માર્ટફોનમાં 128GB ઈનબિલ્ટ સ્ટોરેજ મળે છે. બન્ને ફોન્સમાં 360 ડિગ્રી ફેસ અનલૉક ફીચર છે જેનાથી 0.6 સેકન્ડમાં સ્માર્ટફોનને અનલોક કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
P20માં અપર્ચર f/1.8 સાથે 12 મેગાપિક્સલ RGB સેન્સર અને અપર્ચર f/1.6 સાથે 20 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર વાળો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ સેટઅપથી ઓછી લાઈટમાં વધારે સારી ફોટોગ્રાફી કરી શકાશે. P20માં આગળની તરફ એક 24.8 મેગાપિક્સલ ફ્રંટ સેન્સર છે. સ્માર્ટફોનમાં 3D પોટ્રેટ લાઈટિંગ ઈફેક્ટ છે.
P20 અને P20 Proની કિંમતની વાત કરીએ તો P20ની કિંમત 649 યૂરો(લગભગ 52200 રુપિયા) જ્યારે P20 Proની કિંમત 899 યૂરો(લગભગ 72300 રુપિયા) છે.
નવી દિલ્હીઃ Huawei પી20 અને પી20 પ્રો સ્માર્ટફોનને ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત એક ઇવને્ટમાં મંગળવારે લોન્ચ કર્યો છે. યાદ રહે કે આ પહેલા કંપનીએ Huawei પી20 લાઈટને અનેક યૂરોપીયન માર્કેટમાં લોન્ચ કર્યો હતો. આ ચાઈનીઝ કંપનીએ લોન્ચ ઇન્વેન્ટમાં જણાવ્યું કે, પી સીરીઝના સ્માર્ટફોન એઆઈથી સજ્જ કેમેરા ફીચર અને લાઈકની સાથે ભાગીદારીમાં બનાવવામાં આવેલ કમેરે સાથે આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -