લોન્ચ થયો વિશ્વનો પહેલો 512GB સ્ટોરેજ વાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
નવી દિલ્હીઃ Huaweiએ મંગળવારે પેરિસમાં થયેલ ઈવેન્ટમાં પોતાના અનેક સ્માર્ટફોન રજૂ કર્યા જેમાં પી20 અને પી20 પ્રો ખૂબ ચર્ચામાં રહ્યા. જ્યારે કંપનીએ વધુ એક સમાર્ટફોન લોન્ચ કર્યો જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કંપનીએ Porsche Design Mate RS નામથી એક સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે જેમાં 512 જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સાથે જ આ ફોનમાં પી20 પ્રોની જેમ જ રિયર પેનલ પર 3 કેમેરા આપવામાં આવ્યા છે. આગળ વાંચો ફોનના અન્ય શું ખાસિયત છે....
તેના બેઝિક મોડલમાં 6GB રેમ અને 256GB સ્ટોરેઝ છે. પરંતુ તેનું ટોપ એન્ડ મોડલ 512 GB સ્ટોરેઝ સાથે આવે છે. આ ફોનની કિંમત 1695 યુરો (અંદાજિત 1,36,525 રૂપિયા) થી લઈને 2095 યુરો (અંદાજિત 1,68,743 રૂપિયા) સુધીની છે.
આ કંપનીનો લક્ઝરી સ્માર્ટફોન છે. તે 6 ઈંચની 2K સ્ક્રીન સાથે આવે છે. સ્ક્રીનના ટોપ પર કર્વ્ડ ગ્લાસ આપેલો છે. તેના રિયર પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપેલું છે. તેમાં ઈન ડિસ્પલે સેન્સર પણ છે. આ હુવાઈનો પહેલા સ્માર્ટફોન છે જેમાં અંડર ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપેલું છે.
આ સ્માર્ટફોનના રિયર ભાગતમાં તમને ટ્રિપલ લેન્સ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કેમેરા સેટઅપમાં 40MPનું RGB સેન્સર, 20MP મોનોક્રોમ અને 8MP ટેલીફોટો લેન્સ સાથે 3x ઓપ્ટિકલ જૂમ આપેલું છે.
સેલ્ફી લેવા માટે તેમાં 24MP નો કેમેરા છે. ફોન બ્લેક અને રેડ બે કલરના વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ પ્રીમિયમ સ્માર્ટફોનને પાવર આપવા માટે 4000mAhની બેટરી છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપેલો છે.