Jioને ટક્કર આપવા Ideaએ રજૂ કર્યો દમદાર પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે મળશે 70GB ડેટા
સ્પષ્ટ છેકે, આ ઓફર માટે યૂઝર્સની પાસે 4જી હેન્ડસેટ અને 4જી સિમ હોવું જરૂરી છે. કારણ કે એરટેલના પ્લાનમાં પણ આવું જ છે. ટેલીકોમ ટોકે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, યોગ્ય યૂઝર્સને આ ઓફર્સ વિશે મેસેજ મળવાના શરૂ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજો પ્લાન 447 રૂપિયાનો હશે જેમાં ડેટાનો 70 જીબી જ મળશે પરંતુ તેમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. અહેવાલ અનુસાર આઈડિયાના આ પ્લાન અંતર્ગત યૂઝર્સ દરરોજ 300 મિનિટ કોલિંગ કરી શકશે જ્યારે દર સપ્તાહે 1200 મિનિટ કોલિંગ કરી શકશે.
નવી દિલ્હીઃ જિઓની ધન ધના ધન ઓફર બાદ એક વખત ફરીથી ટેરિફ વોર શરૂ થઈ ગયું છે. એરટેલ બાદ હવે આઈડિયાએ પણ એક ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલના પ્લાનમાં 399 રૂપિયામાં 70GB 4G ડેટા છે, પરંતુ આઈડિયાએ તેનાથી પણ સસ્તો પ્લાન રજૂ કર્યો છે.
ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર આઈડિયા નવો પ્લાન લોન્ચ કરવાની તૈયાયરીમાં છે. એક 297 રૂપિયાનો હશે જ્યારે બીજો 447 રૂપિયાનો હશે. પ્રથમ પેકમાં આઈડિયાથી આઈડિયા અનલમિમિટેડ કોલ અને એસટીડી કોલ મળશે. ઉપરાંત 70 દિવસ માટે દરરોજ 1જીબી 4જી જેટા આપવામાં આવશે. એટલે કે 297 રૂપિયામાં 70જીબી 4જી ડેટા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -