IDEA-વોડાફોન લોન્ચ કરી શકે છે 1500 રૂપિયા સુધીનો 4G હેન્ડસેટ
નવી દિલ્હીઃ જિઓફોન બાદ સસ્તા 4જી હેન્ડસેટ લાવવાની રેસ લાગી છે. હાલમાં જ એરટેલે કાર્બનની સાથે ભાગીદારી કરીને 1,399 રૂપિયા ઇફેક્ટિવ કિંમત પર 4જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે આઈડિયા અને વોડાફોન મળીને 1,500 રૂપિયાથી ઓછી કિંમતનો 4જી હેન્ડસેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ETના અહેવાલ અનુસાર સ્વદેશી ટેલીકોમ દિગ્ગજ આઈડિયા હેન્ડસેટ મેકર લાવા અને કાર્બનની સાથે વાતચીત કરી રહી છે. આ કંપનીઓ મળીને સસ્તો 4જી હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. એટલે કે એરટેલ અને જિઓને ટક્કર આપવા માટે આઈડિયા અને વોડાફોન મળીને માત્ર 4જી હેન્ડસેટ જ લોન્ચ નહીં કરે પરંતુ સાથે સાથે બંડલ ઓફર્સ પણ લોન્ચ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વોડાફોન અને આઈડિયાના મર્જરની જાહેરાત પહેલા જ કરવામં આવી હતી. રિલાયન્સ જિઓ ઝડપથી પગ પેસારો કરી રહી છે, માટે અન્ય કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે.
ETમાં પ્રકાશિત અહેવાલ અનુસાર લાવાના પ્રોડક્ટ હેટ ગૌરવ નિગમે કહ્યું કે, અમે તમામ ત્રણેય ટેલીકોમ કંપનીઓની સાથે વાતચીત કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી પ્લાન ફાઈનલ થયો નથી.