સ્માર્ટફોનમાં આ એક સેટિંગ કર્યા બાદ નહીં થાય વાઈરસનો અટેક
ગૂગલ પોતાના પ્લે સ્ટોર પર ઉપસ્થિત દરેક એપની પ્રાઈવસી અને સિક્યોરિટીનું ચેકિંગ કરે છે. આ કારણે દરેક કેટેગરી માટે એક peer ગ્રુપ બને છે. એવામાં જો કોઈ એપ યુઝર દ્વારા કોઈપણ વાતને પરમિશન માંગે તો ગૂગલ તેને આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં વાયરસ આવવાનું જોખમ હંમેશા રહે છે. કોઈપણ થર્ડ પાર્ટી એપનો ડાઉનલોડ કરવા પર ફોનમાં વાયરસ આવી જાય છે. આ મુશ્કેલીમાં બહાર નીકળવા માટે અમે તમને સ્માર્ટફોનની એક સીક્રેટ સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ જે ફોનમાં વાયરસના અટેકની સંભાવના ખતમ કરી દે છે. તમને જણાવીએ કે, આ ટ્રિક એન્ડ્રોઈડ માર્શમૈલો અને નોગટ વર્ઝનમાં જ કામ કરશે.
આ માટે સૌથી પહેલા સેટિંગમાં જવું. આ પછી ગૂગલ પર ક્લિક કરો. અહીંયા તમને સિક્યોરિટી ઓપ્શન મળશે. ધ્યાન રાખો કે કેટલાક ફોન્સમાં ગૂગલનું સેટિંગ બહાર જ હોય છે. તો કેટલાકમાં ઓપ્શન એકાઉન્ટ્સમાં આપેલું હોય છે. સિક્યોરિટી (Security) પર ટેપ કર્યા બાદ ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Google Play Protect) પર ટેપ કરીને નીચે આપેલા બંને ઓપ્શનને ઈનેબલ કરો દો. આ પછી તમે જ્યારે પણ કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરશો તો ગૂગલ તેને ઓટોમેટિક રીતે સ્કેન કરશે. જો તેમાં વાઈરસ હશે તો ગૂગલ તમને પોપઅપમાં સાવચેત કરશે. આ સાથે જ એપને પણ ઈન્સ્ટોલ થતા અટકાવી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -