ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો ફોન, કિંમત મૂવી ટિકિટ કરતાં પણ સસ્તી....
iKall K71નો વધુ બેટરી 1000 mAH ધરવાતો ફોન એમેઝોન ઇન્ડિયા પર 339 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનમાં બેઝિક કેમેરો છે.
કંપનીએ આ પ્રકારના અનેક ફોન લોન્ચ કર્યા છે જેમાં 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની રેન્જ ઉપલબ્ધ કરાવી છે. iKall K71ની MRP 559 રૂપિયા છે, પરંતુ લોન્ચિંગ ઓફર નિમિત્તે માત્ર shopclues.com વેબસાઇટ પર 249 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. આ ઓફર લિમિટેડ ટાઇમ માટે છે.
ફોનમાં કોઈ ખાસ ફીચર્સ ન હોવાને કારણે આ ફોન 4 કલાકનો ટોકટાઈમ અને 24 કલાક સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. ફોનમાં રેડિયો, એફએમ અને ટોર્જ જેવા બેઝિક ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોન સાથે 1 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. આ ફોનને ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.
i Kallના ફોન K71ને સ્કાઈ બ્લુ કલરમાં ઉતારવામાં આવ્યો છે. આ ફોનની સ્ક્રીન 1.4 ઈંચની છે. ફોનમાં એક સિમ લગાવી શકાશે. આ ફોનમાં 32 MB રેમ અને 64 MB રેમ છે. આ ઉપરાંત ફોનમાં 800 mAhની બેટરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ દેશમાં સૌથી સસ્તો ફીચર ફોન વીવા વી1 વિશે અહેવાલ વાંચ્યા હશે. પરંતુ હવે ભારતીય બજારમાં વીવા વી1થી પણ સસ્તો ફોન લોન્ચ થયો છે. તે જોતા લાગી રહ્યું છેકે હવે સસ્તા ટેરિફ પ્લાન બાદ હવે કંપનીઓમાં સસ્તા ફોન આપવાની હોડ લાગી છે. વીવા વી1 બાદ હવે ભારતીય મોબાઈલ યૂઝર્સ માટે ઇકોમર્સ વેબસાઈટ શોપક્લૂઝએ 249 રૂપિયાનો iKall K71 ફીચર ફોન લોન્ચ કર્યો છે. જોકે આ હેન્ડસેટની આ કિંમત મર્યાદિત સમય માટે જ છે. તમે પણ તેનો લાભ લઈ શકો છો.