હવે આવશે નોકિયા 7 પ્લસ, લીક થયેલી તસવીરોમાં દેખાયો નવો લૂક અને ફિચર્સ
આ ઉપરાંત આવનારા આ નોકિયા 7 પ્લસમાં સ્નેપડ્રેગન 660 પ્રૉસેસર અને 4જીબી રેમ હશે, આમાં 64જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યું છે, આ સ્ટૉરેજ વધારી શકાશે. કેમેરાની વાત કરીએ તો આમાં 12MP+13MP નો ડ્યૂલ રિયર કેમેરો હશે, વળી 16MP નો ફ્રન્ટ ફેસિંગ કેમેરો પણ આપવામાં આવી શકે છે.
નોકિયાના આ આગામી સ્માર્ટફોનને લઇને ટિપસ્ટર ઇવાન બ્લાસે પણ માહિતીઓ અને તસવીરો શેર કરી હતી, ઇવાન બ્લાસ અનુસાર આ નોકિયા ફોન એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન હોઇ શકે છે. આવું એટલા માટે કહેવાઇ રહ્યું છે કેમકે બ્લાસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીર પર નોકિયાની સાથે એન્ડ્રોઇડ વનનું બ્રાન્ડીંગ દેખાઇ રહ્યું છે.
નોકિયા 7 પ્લસમાં ઉપર નીચેની બાજુએથી ખુબ પાતળા બેઝલ હશે, આમાં 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રૉટેક્શન આપવામાં આવી શકે છે અને આ એન્ડ્રોઇડ ઓરિયો ઓએસ પર રન થશે.
તસવીરો અનુસાર, આ ફોનમાં 18:9 અસ્પેક્ટ રેશિયો આપ્યો હશે. આ ફોટામાં નોકિયા 7 પ્લસની ડિસ્પ્લેની ડાબી બાજુ 'નમસ્તે' લખવામાં આવ્યું છે જે HMD ગ્લૉબલનો આ સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં બહુ જલ્દી આવશે.
માનવામાં આવે છે કે, નોકિયા 7 પ્લસ આ મહિને બાર્સિલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં લૉન્ચ થશે. આ લૉન્ચ પહેલાજ ચાઇનીઝ ટેક બ્લૉગર VTech એ તસવીરોને લીક કરી દીધી છે. જેના પરથી તેના લૂક અને ફિચર્સ વિશે જાણી શકાય છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં સ્માર્ટફોન મેકર્સ રોજ નવા નવા મૉડલ લૉન્ચ કરી કસ્ટમર્સને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. હવે આ કડીમાં ફરી એકવાર નોકિયા સામેલ થયું છે. નોકિયા આ મહિનાના અંત સુધીમાં પોતાનો લેટેસ્ટ ફોન નવા લૂક અને ફિચર્સ સાથે લૉન્ચ કરી શકે છે, જેનું નામ નોકિયા 7 પ્લસ હોઇ શકે છે.