Jioની ઓફર સાથે માત્ર 699 રૂપિયામાં મળશે આ 4G સ્માર્ટફોન
નવા સ્માર્ટફોન પર Jioની આ ઓફર 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2018 દરમિયાન મળશે. આ ઓફર અંતર્ગત કોઈ યૂઝર 31 માર્ચ સુધી પહેલી વાર 198 અથવા 299 રૂપિયાનું પહેલું રિચાર્જ કરાવશે તો તેને માય જિયો અકાઉન્ટમાં 50 રૂપિયાના 44 વાઉચર્સ મળશે. આ વાઉચરને MyJioમાંથી 198 અને 299 રૂપિયાના રિચાર્જમાં રિડીમ કરાવી શકાય છે.
નવી દિલ્હીઃ સસ્તા હેન્ડસેટ બનાવતી કંપની જીવી મોઈલ્સે જાહેરાત કરી છે કે તેનો નવો સ્માર્ટફોન રિલાયન્સ જિઓ ઓફરની સાથે ગ્રાહકને માત્ર 699 રૂપિયામાં મળશે. જીવી મોબાઈલ્સના સીઈઓ પંકજ આનંદે જણાવ્યું, આ પ્રથમ વખત હશે જ્યારે જિયોએ કોઈ ભારતીય મોબાઈલની બ્રાન્ડ સાથે આવી ભાગીદારી કરી હોય. તેમાં કંપની પોતાના ગ્રાહકને કેશબેક ઓફર આપશે.
CEO પંકજ આનંદે જણાવ્યું કે, કેશબેક સાથે કંપની પોતાનો 4G VoLTE સ્માર્ટફોન ગ્રાહકોને ઇફેક્ટિવ પ્રાઇસ 699 રૂપિયામાં વેચશે, જે અત્યાર સુધીનો ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓ પોતાના ‘Jio ફૂટબોલ ઓફર’માં જીવી મોબાઈલ્સ સહિત 22 બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર 2200 રૂપિયાની ઓફર આપી રહી છે.