અહીં ઓનલાઈન મળી રહ્યો છે Jio Phone, સાથે મળી રહી છે આ મોટી ઓફર
એક વખત ડિવાઈસ મળ્યા બાદ ગ્રાહકે ડિવાઈસને એક્ટિવ કરવા માટે પેકેજિંગ બોક્સ અને આધાર કાર્ડની સાથે પોતાની નજીકના જિઓ સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ આઉટલેટ પર જવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિતેલા વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થયેલ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોને બજારમાં આવતા જ તહેલકો મચાવ્યો હતો. જ્યારે આ વર્ષે 49 રૂપિયાના માસિક પ્લાને આ ફોનને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધી જિઓ ફોન રિલાયન્સ જિઓની વેબસાઇટ અથવા રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર ઉપલબ્ધ હતો. પરંતુ હવે આ ફોન ઈકોમર્સ વેબસાઇટ પર પણ મળવાનો શરૂ થઈ ગયો છે. તમને જણાવીએ કે, આ ફોન પહેલા જ વેબસાઇટ પર લિસ્ટ થયો હતો. પરંતુ હવે કંપનીએ હવે તેને સત્તાવાર લિસ્ટ કર્યો છે.
એમેઝોન ઇન્ડિયાનું કહેવું છે કે ગ્રાહકોએ પહેલા ઓર્ડર ઓનલાઈન કરવાનો રહેશે બાદમાં આપવામાં આવેલ સરનામા પર ડિવાઈસ ડિલીવર કરવામાં આવશે.
એમેઝન પરથી ખરીદવા પર તમને એ જ લાભ મળશે જે જિઓ સ્ટોરથી ખરીદવા પર મળી રહ્યા છે. જિઓ ફોનનો ઉપયોગ કરનારાઓએ ફરજિયાત 153 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં ગ્રાહકને દરરોજ 1 જીબી ડેટા મળશે.
એમેઝોનથી જિઓ ફોન ખરીદવા પર પ્રાઈમ મેમ્બર્સને 1 દિવસમાં ડિલિવરીનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત અહીં પણ જિઓ ફોન 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સાથે મળી રહ્યો છે. રિલાયન્સ પહેલા જ 3 વર્ષ બાદ રૂપિયા પરત આપવાની ગેરેન્ટી આપીને આ ફોનને એક રીતે ફ્રી જાહેર કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -