4G સ્પીડના મામલે પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં પણ પાછળ છે ભારત, જાણો વિશ્વમાં ક્યા સ્થાન પર છે
ઇન્ટરનેટની સુસ્ત સ્પીડને કારણે ટ્રાઈએ ટેલિકોમ ઓપરેટરોના વાયરલેસ બ્રોડબેન્ડ પ્લાન્સ અંતર્ગત આપવામાં આવતી ડેટા સ્પીડ પર નજર નાંખવા માટે મજબૂર થવું પડે છે. ટ્રાઈને વિતેલા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં ઉપભોક્તાઓની ફરિયાદ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમને સ્લો સ્પીડ મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં 4જી અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.1 Mbps છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગથી પણ ઓછી છે. દેશમાં સરેરાશ 3જી સ્પીડ 1 Mbpsથી પણ ઓછી છે. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસારસ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું માનીએ તો કેટલાક ઉપભોક્તાઓ માટે તે આ સ્પીડ 10 કેબીપીએસથી પણ ઓછી છે. ઈટીએ ઓપનસિંગલને ટાંકીને કહ્યું છે કે, ભારતમાં ડાઉનલોડ સ્પીડ વિતેલા 6 મહિનામાં 1 Mbpsથી પણ વધારે ઘટી છે.
નવી દિલ્હીઃ ભલે આપણે અન્ય મામલે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશ કરતાં આગળ હોઈએ પરંતુ 4જી સ્પીડના મામલે આ બન્ને દેશ કરતાં ભારત પાછળ છે. વાસ્તવિકતા એ છે કે ઇન્ટરનેટ સ્પીડના મામલે વિશ્વમાં ભારત 74માં સ્થાન પર છે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશ આપણાં કરતાં આગળ છે. આપણે માત્ર કોસ્ટા રિકા કરતાં આગળ છીએ. સિંગાપુર 4જી સ્પીડના મામલે સૌથી ઉપર છે, જ્યારે સાઉથ કોરિયા બીજા નંબર પર છે. 4જી ડાઉનલોડ સ્પીડની વૈશ્વિક સરેરાશ 16.2 Mbps છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -