Appleએ લોન્ચ કર્યું નવું iPad અને HomePad, જાણો 6 નવી પ્રોડક્ટની કિંમત અને ખાસિયત વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In App#Appવોચઃનવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે વધારે પ્રોએક્ટિવ બનાવવામાં આવી છે. તેમાં નવી ડિઝાઇનની સાથે વર્ચુઅલ અસિસ્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ વોચ OS-4 કહેવાશે. એપલની નવી ડિઝાઇન વોચ હવે ડિઝની કેરેક્ટર મિકી અને મિની માઉસ સાથે પણ મળતી આવશે.
#App Store: બિલકુલ નવા એપ સ્ટોરની ઝલક દર્શાવી ટીમ એપલે કહ્યું કે, તેમાં Apps ટેબ તમામ એપ્સ દર્શાવશે જ્યારે Today નામ યુઝરને વેલકમ કરશે. આ ઉપરાંત Games ટેબ પણ આપવામાં આવ્યું છે. જેનાથી પસંદગીની ગેમ્સ સર્ચ કરવામાં સરળતા રહેશે.
MacBookમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ઈન્ટેલના સૌથી લેટેસ્ટ Kaby Lake પ્રોસેસરને સપોર્ટ કરનારી છે. તેનું બુકિંગ અને શિપિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ગ્રે ફિનિશની સાથે એપલની iMac સીરીઝનું સૌથી પાવરફુલ લેપટોપ છે.
#iMac અને MacBook: નવા અને શ્રેષ્ઠ ડિસ્પ્લેસાથે iMac લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. તેને હાર્ડકોર ગ્રાફિક પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખી બનાવાયું છે. કિંમત સવા ત્રણ લાખ રૂપિયાથી વધારે હશે અને ચાલુ વર્ષે ડિસેમ્બરથી બજારમાં ઉપલબ્ધ હશે. એપલનું અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ Mac કમ્પ્યૂટર હોવાનું કહેવામાં આવી કહ્યું છે.
#iOS 11: એપલે નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. તેમાં તમામ પ્લેટફોર્મમાં નવા વિઝ્યુઅલ ઈન્ટરફેસ ઉમેરવામાં આવ્યા છે. તેમાં ટ્રાન્સલેશન નામનું નવું ફીચર પણ છે. કુકે કહ્યું કે 96% કસ્ટમર્સ અમારા IOSથી સંતુષ્ઠ છે. તેમાં એપ ડ્રોવર નામનું નવું ફંક્શન આપવામાં આવ્યું છે. જેમાં યૂઝર કોઈ પણ એપને ક્વિક એક્સેસ કરી શકે છે. તેને iCloudની સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.
#HomePod: એપલે ફરી એકવખત મ્યુઝિક પાવરને HomePodના રૂપમાં લોન્ચ કર્યું છે. iPodથી HomePoની સફરને એક નવો મુકામ કહી શકાય છે. આ 7 ઇંચના હોમ મ્યુઝિક પ્લેયરમાં 4 ઇંચનું વુફર આપવામાં આવ્યું છે.
10.5 Fx;beNe 64 GB વર્ઝનની કિંમત 42 હજાર રૂપિયા અને 12.9 ઇંચ 64 GB વર્ઝનની કિંમત આસરે 52 હજાર રૂપિયા છે. 10.5 ઇંચના ડિસ્પેલેવાળા નવા iPad Pro માં A10X ચિપ, 6-કોર CPU છે. જે જૂના વર્ઝન કરતાં 30% ફાસ્ટ છે. તેનું વજન માત્ર 450 ગ્રામ છે. બેટરી લાઇફ 10 કલાકની છે અને તેમાં iPhone 7 જેવો જ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં યૂઝર 4K કેટેગરીનો વીડિયો શૂટ અને એડિટ કરી શકે છે. IPad USB 3.0ને સપોર્ટ કરે છે.તેમાં ફાસ્ટ ચાર્જિંગ ફેસિલિટી પણ આપવામાં આવી છે.
કેલિફોર્નિયાઃ સોમવારે મોડીરાત્રે એપલે કેલિફોર્નિયાના સેન જોસ સિટીમાં આયોજિત પોતાના વાર્ષિક વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) 2017માં અનેક મોટી જાહેરાત કરી છે. 9 જૂન સુધી ચાલનારા આ આયોજનના પ્રથમ દિવસે એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે, વિતેલા 15 વર્ષથી અમે અહીં આવી રહ્યા છીએ અને આ વખતે કંપની 6 મોટી જાહેરાત કરવા જઈ રહી છે. આ જાહેરાતમાં બધાની નજર iPad Pro ટેબ, પહેલેથી સારા સીરી સપોર્ટની સાથે iOS 11 ઓપરેટિંગ સિસ્ટમ, HomePod મ્યૂઝિક પ્લેયર, નવી એપ સ્ટોર, એડવાન્સ ડેસ્કટોપ, iMac અને MacBook લેપટોપના રીલોન્ચિંગ પર રહી.
#iPad Pro: એપલે ઘણો સમય રાહ જોવરાવ્યા બાદ એડવાન્સ iPadનું નવું Pro વર્ઝન લોન્ચ કર્યું. 64, 256 અને 521 જીબી મેમરીવાળું આ iPad અત્યાર સુધીનું સૌથી ફાસ્ટેસ્ટ અને એડવાન્સ ફીચર્સવાળું છે. તેની કિંમત 649 ડોલરથી લઈ 1099 ડોલર વચ્ચે છે. iPad Proના 10.5 ઇંચ અને 12.9 ઇંચ સાઇઝનું આજથી પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે અને આગામી સપ્તાહથી ડિલિવરી કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -