કોમ્પ્યૂટર અને મોબાઈલ ફોનની સુરક્ષા FREEમાં કરશે સરકાર, બધાને મળશે ફ્રી એન્ટી-વાયરસ
તેને ઇન્ટરનેટ પ્રોવાઈડર્સ અને બેંકોને મોકલવામાં આવશે. આ ઇન્ટરનેટ પ્રોવાઈડર્સ અને બેંક ઉયોગકર્તાની ઓળખ કરશે અનેતેને આ કેન્દ્રની એક લિંક ઉપલબ્ધ કરાવશે જેની મદદથી તે આ સેવાનો લાભ લઈ શકશે. આ લિંકના માધ્યમથી ઉપયોગ કર્તા એન્ટી-વાયરસને પોતાના પ્રભાવિત ઉપકરણને યોગ્ય કરવા માટે ડાઉનલોડ કરી શકશે.
સાઇબર સ્વચ્છતા કેન્દ્રના નામથી શરૂ કરવામાં આ સેવા અંતર્ગત દેશમાં સાઇબર સુરક્ષાની દેખરેખ કરનારી સંસ્થા કોમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પ્રભાવિત કોમ્પ્યૂટર અને મોબાઈલના ડેટા એકત્ર કરશે.
બોટનેટ એન્ડ માલવેર એનાલિસિસ સન્ટર શરૂ કરતા ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું કે, હું ઇન્ટરનેટ પ્રોવાઈડર્સને આગ્રહ કરું છું કે તે પોતાના ગ્રાહકોને આ સુવિધા સાથે જોડવા માટે પ્રેરિત કરે. આ એક ફ્રી સેવા છે. ગ્રાહક આવે અને આ સેવાનો ઉપયોગ કરે.
ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રાલયે મંગળવારે એક એન્ટી-માલવેર એનાલિસીસ કેન્દ્ર શરૂ કર્યું જે દેશમાં કોમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનને એન્ટી વાયરસની સુવિધા આપશે. આ પ્રોજેક્ટ પર આવતા પાંચ વર્ષમાં 90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સરકાર ટૂંકમાં તમારા કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનની સુરક્ષા ફ્રી (FREE)માં કરશે. આઈટી મંત્રાલયે તમને ફ્રી એન્ટી-વાયરસ સર્વિસ આપવાની વ્યવસ્થા કરી છે. સાઈબર સિક્યોરિટી રેગ્યુલેટર વાયરસ અને માલવેરવાળા યૂઝર્સની ઓળખ કરશે. ત્યાર બાદ તેને પોતાના ફ્રી એન્ટી-વાયરસ સોફ્ટવેરની ડાઉનલો લિંક મોકલશે. હાલમાં 58 ઇન્ટરનેટ કંપનીઓ અન 13 બેંકોને તેની સાથે જોડવામાં આવી છે. પરંતુ 90 કરોડના આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે લાગુ થવામાં હાલમાં 5 વર્ષ લાગશે.