WhatsAppએ શરૂ કર્યું નવું ફીચર, હવે સ્ટેટસમાં રાખી શકાશે ફોટો અને વીડિયો
જૈન કોને લખ્યું કે, અમે 2009ની ગરમીમાં સ્ટેટસને મેસેજિંગની સાથે જોડ્યું હતું. અમે આ સામાન્ય રીતે ટેક્સ્ટ ઓન્લી ફોર્મેટમાં જ તે રાખ્યું. દર વર્ષે બ્રેન અને હું આ સ્ટેટસ ફીચરને વધારે સારા બનાવા માટે વિચારતા રહ્યા અને કામ કરતા રહ્યા. અમે ટેક્સ્ટ ઓન્લી ફોર્મેટમાં તેને વધું સારું બનાવવા માટે વિચાર્યું હતું.
જો તમે વ્હોટ્સએપના આ નવા અપડેટ અથવા ફીચરની રાહ જોઈ રહ્યા છો તે બસ તમારા માટે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે.
વ્હોટ્સએપેના આ નવા અપડેટનો મતલબ એ છે કે અત્યાર સુધી તમે વ્હોટ્સએપ સ્ટેટસમાં માત્ર ટેક્સ્ટથી જ તમારી મર્જીની વાત લખી શકતા હતા, પરંતુ હવે તમારા માટે ઓપ્શન વધી ગયા છે જેમાં ટેક્સ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે તસવીર, વીડિયો અને જીઆઈએફ જેવા નવા ઓપ્શન પણ આવશે.
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ્લીકેશન વ્હોટ્સએપ પોતાના સ્ટેટસ ઓપ્શનમાં નવું ફીચર એન્ડ્રોઈ માટે લોન્ચ કર્યું છે. તેના દ્વારા યૂઝર્સ સ્ટેટસ ઓપ્શનમાં પોતાના આખા દિવસભરની એક્ટિવિટીને વીડિયો, તસવીર અને જીઆઈએફની સાથે પોતાના પરિવાર અને મિત્રોની સાથે શેર કરી શકે છે.
એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપના સીઈઓ અને સહ સ્થાપક જૈન કોને લખ્યું છે કે, કંપની 24 ફેબ્રુઆરીના રોજ વ્હોટ્સએપના 8માં જન્મદિવસ પર એક નવા પ્રકારનું વ્હોટ્સએપ સ્ટેટસનું ફીચર લાવવાનું છે. વ્હોટ્સએપનું આ ફીચર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અંતર્ગત ઇન્ક્રિપ્ટેડ રહેશે.