ઇન્સ્ટાગ્રામ પર આવ્યુ આ નવું ફિચર, હવે એકસાથે 6 લોકો કરી શકશે વીડિયો કૉલ, જાણો કઇ રીતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ અવાર નવાર પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે. હવે ઇન્સ્ટાગ્રામે પોતાની એપમાં એક નવું ફિચર એડ કર્યું છે, જે ગ્રુપ વીડિયો કૉલ ચેટ માટેનું છે. આ ફિચરને અપડેટ કર્યા બાદ હવે ગ્રુપ વીડિયો ચેટમાં એકસાથે છ લોકો જોડાઇ શકશે.
વીડિયો ચેટ કરવા માટે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ ફીડના ટૉપ રાઇટ આઇકૉનને ટેપ કરો. યૂઝર નેમ તથા ગ્રુપના નામને ટેપ કરો. આમા કરતાં જ કન્વર્ઝેશન ઓપન થઇ જશે અને પછી તમે જેની સાથે ચેટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામનું આ ફિચર વૉટ્સએપ અને ફેસબુક મેસેન્જર જેવુ છે, આ માટે ઇન્સ્ટાગ્રામ યૂઝર ટૉપ રાઇટ કોર્નરમાં આવેલા કેમેરા આઇકૉનને ટેબ કરીને વીડિયો કૉલ કરી શકતા હતા, પણ હવે ચારની જગ્યાએ છે લોકો એકસાથે વીડિયો કૉલ કરી શકે છે. એટલું જ નહીં વીડિયો કૉલને મિનીમાઇઝ પણ કરી શકશે અને કોઇ બીજુ કામ પણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -