WhatsApp પર આવશે વધુ સુરક્ષિત ફીચર, ચહેરો જોઈને ખુલશે એપ....
જો કે, જો તમારી પાસે જૂનો આઇફોન હોય તો તમને ટચ ID વિકલ્પ મળશે. આ સુવિધા iOS8 અને ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે જ્યારે પણ તમે તમારા ફોનમાં ફેસ આઇડી અથવા ટચ ID ને સક્રિય કરો છો, ત્યારે જ્યારે પણ તમે વોટઅપ ખોલશો, ત્યારે તમને તમારા ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાને પ્રમાણિત કરવા માટે કહેવામાં આવશે. જો તમારો ફોન ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ ઓળખવામાં નિષ્ફળ જાય, તો તમને 6-અંકનો આઇફોન પાસકોડ દાખલ કરવા માટે કહેવામાં આવશે. વોટ્સએપનું આ ફિચર અંતિમ તબક્કામાં છે. આ ફિચર જલ્દી જ એન્ડ્રોઇડમાં પણ આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWABetaInfo ના અહેવાલ અનુસાર, વૉટ્સએપે ફેસ ID અને ટચ ID બંનેને ઇન્ટીગ્રેટ કરવા પર કામ કરી રહ્યું છે. વૉટ્સએપની પ્રાઇવસી સેટિંગ્સમાં ખૂબ જ જલ્દી Require TouchIDનો ઓપ્શન આવશે. જો તમારી પાસે એક આઇફોન X અથવા તેનાથી પણ લેટેસ્ટ ફોન છે, તો તમને તેમા ફેસ આઇડી વિકલ્પ દેખાશે. iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XR પર ઉપલબ્ધ થશે.
નવી દિલ્હીઃ વોટ્સએપ ફીચર પર નજર રાખતી વેબસાઈટ WABetaInfoએ જણાવ્યું કે, વોટ્સએપ પોતાની આઈફોન એપ માટે ટચ આઈડી અને ફેસ આઈડી સપોર્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. વેબસાઈટ અનુસાર વિતેલા થોડા સપ્તાહથી વોટ્સએપનું આ ફીચર પાઈપલાઈનમાં છે. આ નવી સુવિધા તમારા ચેટને વધુ સુરક્ષિત બનાવશે. આ નવી સુવિધાનો ફાયદો એ છે કે તમારા ચહેરાને જોયા પછી જ વૉટ્સએપ ખુલી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -