Instagram લાવ્યુ નવું ફિચર, હવે અનફૉલો કર્યા વિના જ યૂઝરને કરી શકશો મ્યૂટ, આ છે રીત
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇન્સ્ટાગ્રામ પોતાના ફિચરમાં પેમેન્ટ ઓપ્શન પણ એડ કરી ચૂક્યું છે જે અત્યારે અમેરિકા અને યુકેમાં જ લાઇવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકાઉન્ટને મ્યૂટ કરવા માટે સૌથી પહેલા તમને મેનૂના ઓપ્શનમાં જવું પડશે. અહીં તમે મ્યૂટ પૉસ્ટ, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી ઓફ એકાઉન્ટ પર ક્લિક કરીને અલગ અલગના ઓપ્શનની મદદથી એક યૂઝરને મ્યૂટ કરી શકો છો. આ ફિચરનો ફાયદો એવા યૂઝર્સને મળશે જે પોતાની વૉલ પર ઓછી સ્ટૉરી જોવા માગે છે.
જોકે, એકવાર કોઇને મ્યૂટ કર્યા પછી તેની પૉસ્ટ ભલે તમને ના દેખાય પણ તમે તેની પ્રૉફાઇલને જરૂર ચેક કરી શકો છો. યૂઝર્સને એવી કૉમેન્ટ્સ અને પૉસ્ટને નૉટિફિકેશન પણ મળશે જેમાં તેને ટેગ કરવામાં આવ્યા છે. આ ફિચરનું નુકશાન એ છે કે, તમને એ વાતની ખબર નહીં પડે કે તમને કોઇએ મ્યૂટ કરીને રાખ્યા છે કે નહીં. યૂઝર્સ આ ફિચરને અનમ્યૂટ પણ કરી શકો છો.
આ નવા ફિચરની મદદથી તમે માત્ર એવા લોકોની પૉસ્ટ અને ન્યૂઝ ફીડ તમારી વૉલ પર જોઇ શકશો જેને તેમે લાઇક કરતાં હોય. આ ફિચરનો ખુલાસો એક બ્લૉગપૉસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ પૉપ્યૂલર સોશ્યલ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ હવે પોતાના યૂઝર માટે એક નવુ ફિચર લઇને આવ્યું છે, આ ફિચરની મદદથી તમે કોઇપણ યૂઝને અનફૉલો કર્યા વિના જ તેને મ્યૂટ કરી શકો છો. આ એક ખાસ પ્રકારનુ ફિચર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -