Instagram માં મળશે Video ચેટનું આ શાનદાર ફિચર, વૉટ્સએપને આપશે ટક્કર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાથે સાથે ઇન્સ્ટાગ્રામ માટે ઓગ્યુમેન્ટ રિયાલિટી (AR) નો સપોર્ટ પણ ટુંક સમયમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, WhatsAppમાં પણ ટુંકસમયમાં વીડિયો કૉલિંગ ફિચર આવશે, જેની મદદથી એકસાથે ચાર લોકો એકબીજા સાથે વીડિયો કૉલિંગ કરી શકશે. આવામાં વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં જબરદસ્ત ટક્કર થશે.
કૉન્ફરન્સ દરમિયાન માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે વીડિયો ચેટિંગ દરમિયાન તમે ચેટિંગ વિન્ડોઝને મિનીમાઇઝ કરી શકશો અને ચેટિંગની સાથે સ્ક્રૉલ કરી ફીડ પણ જોઇ શકશો. વીડિયો ચેટ ઉપરાંત ઇન્સ્ટગ્રામના નવા અપડેટ બાદ યૂઝર્સ એનિમલ્સ, નેલ આર્ટ અને ફ્રૂટ જેવા કેટલાય ટૉપિક્સને ફોલો કરી શકશો.
ઇન્સ્ટાગ્રામનું નવું વીડિયો ચેટ ફિચર એક કે તેનાથી વધુ યૂઝર્સ સાથે એકસાથે વીડિયો ચેટ કરવાની સુવિધા આપશે. નવા અપડેટ બાદ તમે વીડિયો ચેટ માટે કેમેરાની નવી આઇકૉન પર ટેપ કરવું પડશે.
નવી દિલ્હીઃ જો તમે એક Instagram યૂઝર્સ છો તો જલ્દી જ તમને વીડિયો કૉલિંગની સુવિધા મળવાની શરૂ થઇ જશે. ફેસબુકે એફ8 2018 ડેવલપર કૉન્ફરન્સમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે આની માહિતી આપી છે. વીડિયો કૉલિંગ ફિચર ઉપરાંત ઇન્સ્ટાગ્રામને એક નવી ડિઝાઇન પણ મળવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -