હવે સિમકાર્ડ નહીં હોય તો પણ કરી શકાશે કોલ, મળશે 10 આંકડાનો નંબર
એક અધિકારીએ આ બાબતમાં જાણકારી આપતા જણાવ્યું કે ઓપરેટર એક એપ લોન્ચ કરશે. અન્ય મોબાઈલ નંબરની જેમ જ 10 અંકોનો મોબાઈલ નંબર આપવામાં આવશે. આ એપ દ્વારા બ્રોડબેન્ડનો ઉપયોગ કરીને ફોન કરી શકાશે. મળેલી જાણકારી અનુસાર જો તમે તે જ ઓપરેટરની એપ ડાઉનલોડ કરો છે જેનું સિમકાર્ડ હાલમાં ઉપયોગ કરો છો, તો તમારે નવો નંબર લેવાની જરૂર નહીં પડે. TRAI તેને કોસ્ટ ઈફેક્ટિવ ઓપ્શન કરીકે જોઈ રહી છે.
ટેલિકોમ ઓપરેટર્સ અને અન્ય લાઈસન્સ ધરાવતી કંપનીઓ મોબાઈલ નંબર આપી શકશે જે સિમ કાર્ડ વિના કામ કરશે. આ નંબરને એક ટેલિફોનીક એપ ડાઉનલોડ કરીને ચલાવી શકાશે. આ પ્રસ્તાવ TRAIએ પાછલા વર્ષે ઓક્ટોબરમાં આપ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ખરાબ નેટવર્ક અને કોલ ડ્રોપથી થનારી પરેશાનીઓથી છૂટકારો આપવાનું છે.
ટેલિકોમ કમિશન દ્વારા મંજૂરી બાદ સૌથી પહેલા તેની શરૂઆત રિલાયન્સ જિયો, બીએસએનએલ અને એરટેલ કરશે.
નવી દિલ્હીઃ જો તમારા મોબાઈલ પોનમાં કવરેજ નથી આવતો અથવા તો પ્રવાસ દરમિયાન નેટવર્ક નથી મળી રહ્યું અને તમે ફોન નથી કરી શકતા તો આ મુશ્કેલીમાંથી તમને થોડા જ દિવસમાં છૂટકારો મળી શકે છે. ટૂંકમાં જ તમે તમારા ઘર અથવા ઓફિસના વાઈફાઈ બ્રોડબેન્ડથી મોબાઇલ ઉપરાંત લેન્ડલાઈન પર કોલ કરી શકશો. મંગળવારે કેન્દ્ર સરકારે દેશભરમાં ઇન્ટરનેટથી ફોન કરવાની સુવિધા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.