Instagramએ કર્યો મોટો ફેરફાર, હવે શેર નહીં કરી શકાય આવી તસવીર
નોંધપાત્ર રીતે, બ્રિટીશ કિશોરી મોઇલી રસેલે 2017માં તેના રૂમમાં આત્મહત્યા કરી હતી. 14 વર્ષીય તરૂણીને સોશિયલ મીડિયા ઇતિહાસથી ખબર પડી કે તે ડિપ્રેશન અને આત્મહત્યા સાથે જોડાયેલ એકાઉન્ટને ફોલો કરતી હતી. આ ઘટના બાદ યુકેમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયના ઉપયોગ પર માતા-પિતાને કંટ્રોલ અને નિયમનને લઇને જોરદાર ચર્ચા થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્સ્ટાગ્રામમાં આ બદલાવ ત્યારે આવી રહ્યા છે જ્યારે ઇંગ્લેન્ડના સ્વાસ્થ્ય સચિવ મેટ હૈકૉકએ ફેસબુક, ગૂગલ અને વોટ્સએપ જેવી કંપનીઓને કહ્યું છે કે પોતાને નુકસાનરૂપ પોસ્ટ, ફોટો, વીડિઓ અને હેશટેગથી યુવાઓને બચાવે અને આ માટે અસરકારક પગલાં લેવામાં આવે.
Instagram પ્રમુખ એડમ મુસેરીએ મીડિયાને જણાવ્યું છે કે કંપનીએ સેન્સેટિવ સ્ક્રીન્સ ફિચર શરૂ કર્યુ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને ટાઇમલાઇન પર આત્મહત્યા માટે ઉતેજિત કરનાર અને તેના કન્ટેન્ટ પહેલીથ જ ઝાંખા જોવા મળશે. જોકે યૂઝર તેના પર ક્લિક કરીને તેને જોઇ શકશે. આ ફિચર આ રીતે કામ કરશે જેમ કે ફેસબૂક હિંસક કન્ટેન્ટને લઇને કરે છે.
નવી દિલ્હીઃ ફેસબુકની માલિકી ધરાવતી ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામમાં ખુદને નુકસાન પહોંચાડવા અને આપત્તિજનક પોસ્ટને લઈને મોટો નિર્ણય કર્યો છે. ઇન્સ્ટાગ્રામે કહ્યું કે, તે પોતાના પ્લેટફોર્મ માટે ટૂંકમાં જ એક નવી કન્ટેન્ટ પોલિસી તૈયાર કરશે. એક બ્રિટિશ યુવતીની આત્મહત્યા બાદ તેના પરિવારજનોએ ઇન્સ્ટાગ્રામ પર ખુદને નુકસાન પહોંચાડતી તસવીર અને આત્મહત્યા માટે પ્રેરિત કરનાર કન્ટેન્ટ બતાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ઇન્સ્ટાગ્રામે બ્રિટિશ યુવતીની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -