જિઓ પહેલા જ આ કંપનીએ લોન્ચ કર્યો સસ્તો 4G ફીચર ફોન, જાણો કિંમત અને ફીચર્સ
ઇન્ટેક્સ કંપનીના પ્રૉડક્ટ હેડ ઇશિતા બસંલનું કહેવું છે કે, અમે ફિચર ફોનના યૂઝર્સને અપગ્રેડ કરી તેમને સ્માર્ટફોનનો એક્સપીરિયન્સ આપવા માગીએ છીએ. આ ફોનથી ફિચર ફોન યૂઝર્સને હાઇ વૉઇસ કૉલ ક્વૉલિટી અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો એક્સપીરિયન્સ મળશે. આ ફોનને દેશના એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે કે જે બહુ વધારે પૈસા ખર્ચ કર્યા વિના 4G ફોન યૂઝ કરવા માગે છે.
Jioને ટક્કર આપવા ઇન્ડિયન સ્માર્ટફોન મેકર ઇન્ટેક્સે પહેલો 4G Volte ફિચર ફોન Intex Turbo+ 4G માત્ર 700 રૂ.માં લૉન્ચ કર્યો છે. આ ફોનમાં 2.4inchની QVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. આવી જ ડિસ્પ્લે જિઓના ફોનમાં પણ છે. આની સાથે ફોનમાં ડ્યૂલ કૉર પ્રૉસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2000mAhની બેટરી આપવામાં આવી છે.
ઇન્ટેક્સે આને નવરત્ન સીરિઝ અંતર્ગત લૉન્ચ કર્યો છે. Intexના આ 4G અને 2G ફોનની કિંમત 700 રૂપિયા છે. બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં આ ફોન અવેલેબલ થશે.
ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો અને VGA કેમેરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોન લોન્ચ કર્યા બાદ બજારમાં વધતી સ્પર્ધાની વચ્ચે અનેક મોબાઈલ કંપનીઓ ચાલુ વર્ષના અંત સુધીમાં સસ્તા 4જી ફીચર ફોન બજારમાં ઉતરાવની યોજના બનાવી છે. જેના ભાગરૂપે ઇન્ટેક્સે પણ પોતાનો દમ બતાવ્યો છે, કંપનીએ પોતાનો પહેલો 4G Volte ફિચર ફોન Intex Turbo+ 4G લૉન્ચ કરી દીધો છે.